________________
(26) EXPLANATION :
The two greatest virtues of a true ascetic highlighted here are (1) Serenity and (2) Aloofness. Owing to his serenity and aloofness, a true ascetic remains unaffected by either the anger or the affection of people. He therefore, neither hurts anyone nor holds anyone close to his heart. શ્લોકાર્થ : હે આત્મનુંજો તારા ચિત્તમાં શાંતિ છે તો લોક નારાજ હોય તો પણ શું? અને જે તારા ચિત્તમાં સંતાપ છે તો લોક રાજી હોય તો પણ શું ? સદાકાળ સ્વસ્થ અને સમભાવી યોગીપુરૂષ બીજાઓને રાજી કરવા નથી પ્રયત્ન કરતા કે નથી દુભવતા. (૨૬). ભાવાનુવાદઃ
સંસારીજન (સ્વજન, સગાં, પરિવાર) અને સાધુજનના ભેદને ઓળખવા માટેની પરિભાષા અહિં જણાવી છે. તે બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો છે. સ્વાર્થને કેન્દ્રમાં રાખીને જીવે તે સંસારીજન અને “સ્વ”ને કેન્દ્રમાં રાખે તે સાધુજન છે. એટલા માટે જ અહિં “સ્વસ્થ શબ્દ મૂક્યો છે. જે
સ્વમાં અર્થાત્ સ્વભાવમાં વસે છે તે સ્વ + સ્થઃ છે. આવો ઉદાસીન વૃત્તિવાળો યોગી કોઇને રીઝવતો નથી અને રંજાડતો પણ નથી. બંનેથી પર રહીને યથાશક્તિ પરમાર્થ કરે જાય છે. “પોપલીRTય સતાં વિમૂતા:” શ્રેય કરવું એ જ સજ્જનોનો મુદ્રાલેખ છે.
જો તમારા ચિત્ત-મનની સ્થિતિ સમતોલ છે. ડામાડોલ નથી તો બીજાના રોષ કે તોષનું બહુ મહત્વ નથી. જો તમારું ચિત્ત પ્રસન્ન છે તો બીજાનો ક્રોધ તમારી શાંતિને ખંડિત નહીં કરી શકે ? એજ રીતે તમારું મન અંદરના પરિતાપથી પીડીત છે તો બીજાની પ્રશંસા કે પ્રસન્નતા તમારા મનને શાંતિ નહીં જ આપી શકે. માટે સમત્વયોગ જ સાચું વાસ્તવિક સુખ પ્રદાન કરી શકશે.