________________
તરફ અંગુલિ-નિર્દેશ કરતાં કહે છે કે
૧. ધન-સંચયની વૃત્તિ ૨. વિષય-ભોગની અભિલાષા
૩. સ્વાદેન્દ્રિયની લોલુપતા.
આ ત્રિકોણમાં ગ્રંથકારે બીજા અનેક અનિષ્ટોના મૂળ સમાવી લીધા છે.
જો મુનિવેશ ધારણ કર્યા પછી પણ ઉક્ત દોષો યથાવત્ હોય તો તેથી મોટી કોઇ બિટંબના નથી. અર્થાત્ આથી મોટી કોઇ આપત્તિ કે કોઇ કષ્ટદાયક ઘટના નથી. એટલે વાસ્તવિકતા તો વેષ-પરિવર્તનની નહીં પણ વૃત્તિ-પરિવર્તનની છે. આથી જ ઉત્તરાધ્યયન સૂત્રમાં ‘ન વિ મંડળ સમો’' એટલે કે મસ્તકનું મુંડન કે કેશ-લુંચન કરવાથી સાધુ-શ્રમણ થવાતું નથી. એવો સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કર્યો છે.
વિશેષમાં જે ઉક્ત ત્રણે દોષોને લક્ષ્યમાં લઇને કહેવામાં આપ્યું છે તે ગૃહસ્થ-શ્રાવકો માટે હજી કદાચ ક્ષમ્ય છે પણ સાધુ માટે તે અક્ષમ્ય જ ગણાય. જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી આ દોષો ટાળી શકાય છે. માટે જ મુમુક્ષુ મુનિએ પ્રયત્નશીલ થવું.
૬૯