________________
(17) EXPLANATION :
Renunciation of all worldly activity is, indirectly advised in this verse. Firstly, it. analyses the basic nature of worldly pleasures that are (1) sensual and (2) artifical. Secondly, it enlists the kind of beings that enjoy these sensual pleasures. All beings, irrespective of their spiritual stature, whether they are (A) lowly (B) mediocre or (C) sublime, do happen to enjoy sensual pleasures. Thus, a being cannot be assumed to be genuinely happy only on the basis of the sensual pleasures he enjoys. શ્લોકાર્થ : આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવને કૃત્રિમ-અસ્થાયી એવું પાંચ ઈન્દ્રિયોના વિષયોનું સુખ કયાં નથી મળ્યું? (મલ્યું જ છે). આ કહેવાતું સુખ તો સર્વ અધમ અને મધ્યમ પ્રકારના લોકમાં પણ જોવા મળે છે. તેમાં શું આશ્ચર્ય છે? (૧૭) ભાવાનુવાદ: " જ્ઞાની પુરૂષોએ ઈન્દ્રિયજન્ય વૈષયિક સુખને કૃત્રિમ - Artificial કહ્યું છે. અર્થાત હકીકતમાં નથી માત્ર સુખાભાસ છે. ઝંઝવાના નીર જેવું છે. જમતી વખતે સ્વાદમાં સુખ લાગ્યું પણ તે તે જ્યારે રોગમાં પરિણમે છે ત્યારે દુઃખનો અનુભવ થાય છે. જાતીય સુખનો પણ એવો જ કરૂણ - દારૂણ અંજામ આવે છે. આ કહેવાતું સુખ મળવું કાંઇ મુશ્કેલ નથી. તે તો હીન - નીચ અને મધ્યમ - સાધારણ જાતિમાં પણ ઉપલબ્ધ છે તેનું કોઈ વિશેષ મહત્વ નથી.
અને ઉત્તમકુળમાં તો આ સુખ જન્મજાત મળે છે. ધનાઢય પરિવારમાં જન્મ લેનાર બાળક આવા સુખનો જન્મથી જ હક્કદાર બને છે. પ્રશ્ન તો છે - પુણ્યરાશિથી મળેલી આ સામગ્રીનો કેટલો સદુપયોગ થાય છે? એજ આશ્ચર્યકારી ઘટના છે. આથી જ બેસતા વર્ષના નૂતન પ્રભાતે શાલિભદ્રના વૈભવની અને અભયકુમારની બુધ્ધિની માંગણી કરવામાં આવે છે.
( ૬૩)
લો સદુપયોગ છ ક તો છે
છે. આથી જ
જે
વૈભવની