________________
(12) EXPLANATION :
A potential self-attainer who has just set out on his spiritual path, is here forewarned against three probable pitfalls : (1) Tendency for fault - finding, (2) Anxiety for the well - being of others and (3) Frustration with wrong - doing of the world. One who seeks self - realisation must focus on doing his duty towards the 'Self' rather than remaining pre-occupied with the world. શ્લોકાર્થ:
(હે આત્મન) તારે બીજાના દોષ જોવાનું શું કામ છે? અને પારકી પંચાત કરવાનું પણ શું પ્રયોજન છે? અરે મૂર્ખ? ફોગટ શા માટે તું દુઃખી થાય છે? તું તારૂ આત્મહિત કર અને બીજું બધું છોડી દે. (૧૨) ભાવાનુવાદ
પારકાંના દોષોનું દર્શન અને પારકી પંચાત છોડીને હે આત્મનું? તું આત્મલક્ષી બન. તું તારું હિત સાધી લે.
જયારે તું બીજા તરફ એક આંગળી ચીંધે છે ત્યારે તારા હાથની બીજી ત્રણ આંગળી તારી સન્મુખ હોય છે એ બતાવે છે કે તારામાં કેટલાં દોષો અવગુણો છે તેને કેમ જોતો નથી?
એકવાર સોય અને ચારણી વચ્ચે સંવાદ થયો. ચારણીએ સોયને કહ્યું કે - તારે માથે તો કાણું છે ત્યારે સોયે જવાબ આપ્યો કે – બેન? તું પહેલાં જો કે તારે માથે કેટલા છિદ્રો છે?
દુર્જનની દષ્ટિમાં પારકાની સરસવ જેટલી નાની ભૂલ પણ મોટી દેખાય છે જયારે પોતાના પર્વત જેટલાં દોષો તરફ તે આંખ આડા કાન કરે છે.
खलः सर्षपमात्राणि परछिद्राणि पश्यति । आत्मनः बिल्वमात्राणि पश्यन्नपि न पश्यति ॥
(૪૮)