________________
વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજી ભગવાન પ્રશમરતિગ્રંથમાં કહે છે :स्वर्गसुखानि परोक्षाण्यात्यन्त परोक्षमेव मोक्षसुखं, प्रत्यक्षं प्रशमसुखं, न परवशं, न व्ययप्राप्तम् ॥ (श्लोक २३७)
અર્થાત્ - સ્વર્ગ - દેવલોકનું સુખ તો પરોક્ષ છે. અને મોક્ષ - અપવર્ગનું સુખ તો એથી પણ અત્યંત પરોક્ષ છે. જ્યારે પ્રશમસુખ તો તદ્દન પ્રત્યક્ષ (હસ્તામલકત) છે. વળી તે સ્વાધીન અને અવિનાશી છે.
આ ઉપરાંત પણ કહ્યું છે :प्रशमाव्याबाधसुखाभिकांक्षिणः सुस्थितस्य सधर्मे, तस्य किमौपम्यं स्यात्, सदेवमनुजेऽपि लोकेऽस्मिन् ॥
(યો - ૨૩૬) અર્થાત્ - અવ્યાબાધ એવા પ્રશમ સુખના જે ઇચ્છુક સાધક છે અને સધ્ધર્મમાં સુદૃઢ છે. આ જગતમાં દેવ કે મનુષ્ય કોઈ પણ તેની સરખામણી કરી શકે નહિં, કારણ ઉપમા આપવા માટે કોઈ પણ વસ્તુ વિદ્યમાન નથી.
આ ઉપશમરસનો અંશમાત્ર પણ જો જીવનમાં સંચાર થાય તો અનેક ગત જન્મોની વિષયાસક્તિનો કાયમી અંત આવી શકે છે.
આ શાંતરસ સ્થાયી ભાવ છે. જેમાં કદાપિ વિકૃતિ આવતી નથી. આવું પ્રશમસુખ એકવાર પણ જો અંતઃકરણના સમાધિ-દર્પણમાં પ્રતિબિંબિત થઈ જાય તો પછી બાકી શું કહે છે? તે તું તારી જાતને જ પૂછી જો. તું જ સ્વયં તેનો સાક્ષી છો. ભોજનની વિવિધ વાનગીઓ આરોગ્યા પછી તેના સ્વાદ કે તૃપ્તિ માટે જેમ બીજાને પૂછવાની જરૂર રહેતી નથી કે કોઇના પણ પ્રમાણપત્રની આવશ્યકતા જણાતી નથી તે જેમ સ્વસંવેદ્ય છે આ જ વાત
સ્વાનુભવના સંવેદન માટે લાગુ પડે છે. આ સનાતન સત્ય સદાકાળ “યાવત્ ચન્દ્ર - દિવાકરી” સાધકને પ્રેરણા પાતું રહેશે. આ પ્રશમરસનું યોગસૂત્રોમાં ‘પ્રશાંત વાહિતા' તરીકે શ્રેષ્ઠ દરજ્જો આપીને તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સામાયિક યોગ જગતનું યોગ-ક્ષેમ કરો.
(૧૧૪)