________________
પ૦
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૩ | ગાથા-૬૧
વચન ઉચિત નથી; કેમ કે નિર્ણય કરવાનો અર્થી જીવ તેની બોધસામગ્રીના મહિમાથી તેનો બોધ કરી શકે છે.)
અહીં પ્રશ્ન થાય કે જેને તે પ્રકારની જિજ્ઞાસા થઈ નથી તેને આટલા જીવો જીવિત છે અને આટલા જીવો મૃત છે તેવો બોધ થયો નથી તેવો પુરુષ આ જીવરાશિનો સમૂહ છે એમ કહે તેને મૃષાવની જ પ્રાપ્તિ છે, માટે જીવમિશ્રિત નામના ભેદની પ્રાપ્તિ થશે નહિ. તેથી બીજો હેતુ કહે છે –
એકીકૃત પણ સમૂહ સામાન્યનું આ જીવિત છે આ અજીવિત છે એ પ્રકારનો વિભાગ કર્યા વગર શંખલા સામાન્યતા સમૂહની વિશેષ અર્પણાથી કેટલાક જીવિત છે અથવા કેટલાક મૃત છે એ પ્રકારની વિશેષ અર્પણાથી, વિભેદ હોવાને કારણે=જીવિત અને મૃત જીવોનો વિભેદ હોવાને કારણે, મૃષાત્વ નથી પરંતુ મિશ્રપણું છે. એ પ્રમાણે વયનિપુણ પુરુષોએ સૂક્ષ્મદષ્ટિથી પર્યાલોચન કરવું જોઈએ. એ રીતે જે રીતે જીવમિશ્રિતમાં કહ્યું એ રીતે, અન્યત્ર પણ અજીવમિશ્રિત આદિમાં પણ જાણવું. I૬૧ ભાવાર્થ(૪) જીવમિશ્રિતમિશ્રભાષા :
મિશ્રભાષાના દશ ભેદોમાંથી ચોથો ભેદ જીવમિશ્રિતભાષાનો છે. સાધુએ બોલતી વખતે સંયમનું પ્રયોજન ન હોય તો બોલવું જ જોઈએ નહિ પરંતુ બોલવાને અભિમુખ પરિણામ પણ ન થાય તે પ્રકારે વચનગુપ્તિમાં જ સદા રહેવું જોઈએ અને સંયમવૃદ્ધિના પ્રયોજનથી બોલવાનું પ્રયોજન હોય ત્યારે સત્યાદિભાષાના મર્યાદાના સ્મરણપૂર્વક સંયમની વૃદ્ધિનું કારણ બને તે પ્રકારે સત્યભાષા જ બોલવી જોઈએ પરંતુ મિશ્રભાષા બોલવી જોઈએ નહિ, આથી પરઠવવા આદિના સ્થાને કોઈ જીવરાશિના સમૂહને જોઈને ત્યાં બહુ જીવરાશિ છે એમ કોઈ સાધુ બોલે અને તે જીવરાશિમાં કેટલાક જીવતા હોય અને કેટલાક મરેલા હોય ત્યારે તે વચન જીવ અંશમાં સત્ય બને છે અને અજીવ અંશમાં અસત્ય બને છે માટે મિશ્રભાષા છે.
અહીં કોઈ કહે કે મહાન આ જીવરાશિ છે એ સ્થાનમાં જે જીવો જીવે છે તેના પ્રાધાન્યની વિવક્ષા કરીને પ્રયોગ કરાયેલો હોવાથી દોષ નથી; કેમ કે વ્યવહારમાં બહુલતાને આશ્રયીને એ પ્રકારનો પ્રયોગ થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
આ રીતે બહુલતાની અપેક્ષાએ તે પ્રયોગ સત્ય છે તે પ્રકારે સમર્થન કરવા છતાં પણ જીવિત અને મૃત ઉભયના સમૂહમાં જીવિતરૂપ એકત્વનું સમર્થન નહિ હોવાથી તે વચનપ્રયોગ મિશ્રભાષારૂપ છે અને ઉભયનું એકીયત્વનો નિયમ કરવામાં આવે તો પ્રતિનિયત એકત્વનો અનિયમ છે અર્થાતુ બધા જીવિત છે કે બધા મૃત છે એ પ્રકારના પ્રતિનિયત એકત્વનો અનિયમ છે માટે મિશ્રભાષા છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે બોલનાર મહાત્માને દેખાતા જીવોના સમૂહમાં કેટલાક જીવતા છે અને કેટલાક જીવતા નથી તેનો બોધ જ નથી તેથી પ્રતિનિયત એકત્વના નિયમથી તે મહાત્મા બોલતા જ નથી