________________
૪૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | બક-૩ | ગાથા-૬૦, ૬૧ પ્રવેશ કરેલો હોવા છતાં એ પ્રકારનું વચન કહે તો તે વચનપ્રયોગ ઉત્પન્નવિગત મિશ્રિત ભાષા કહેવાય છે; કેમ કે વિહાર કરનાર સાધુ અને નવા પ્રવેશ કરનાર સાધુ તે નગરમાં હોવા છતાં સંખ્યાનું પ્રમાણ અયથાર્થ હોવાથી તે ભાષા મિશ્રભાષા બને છે, માટે ભાષાસમિતિના અર્થી સાધુએ નિમ્પ્રયોજન બોલવું જોઈએ નહિ અને સંયમવૃદ્ધિના પ્રયોજનથી ઉચિત જણાય ત્યારે વાસ્તવિક સ્થિતિનો યથાર્થ નિર્ણય કરીને જે પ્રમાણે જેટલા સાધુએ નગરમાં પ્રવેશ કર્યો હોય અને જેટલા સાધુએ નગરમાંથી વિહાર કર્યો હોય તે પ્રમાણે જ કહેવું જોઈએ, જેથી ભાષાસમિતિની વિરાધના થાય નહિ. IIકoll અવતરણિકા:
उक्तोत्पत्रविगतमिश्रिता । अथ जीवमिश्रितामाह - અવતરણિકાર્ય :
ઉત્પન્નવિગતમિશ્રિતભાષા કહેવાઈ. હવે જીવમિશ્રિતભાષાને કહે છે – ગાથા :
सा जीवमिस्सिया खलु जा भन्नइ उभयरासिविसया वि ।
वज्जित्तु विसयमन्नं एसो बहुजीवरासि त्ति ।।६१।। છાયા :
सा जीवमिश्रिता खलु या भण्यते उभयराशिविषयाऽपि ।
वर्जयित्वा विषयमन्यमेषो बहुजीवराशिरिति ।।६१।। અન્વયાર્થ:
૩મયરસિવિસા વિ=ઉભયરાશિના વિષયવાળી પણ જીવ-અજીવ ઉભયરાશિના વિષયવાળી પણ ભાષા, ત્રં વિસળિg=અન્ય વિષયને છોડીને=જીવથી અન્ય વિષયને છોડીને, સો=આ, વહુનીવરાસિક બહુજીવરાશિ છે, રિએ પ્રમાણે, ના=જે, મત્ર કહેવાય છે, સાકતે, હજુ નક્કી, નીમલિયા=જીવમિશ્રિતભાષા છે. લા. ગાથાર્થ -
ઉભયરાશિના વિષયવાળી પણ જીવ-અજીવ ઉભયરાશિના વિષયવાળી પણ ભાષા, અન્ય વિષયને છોડીને જીવથી અન્ય વિષયને છોડીને, આ બહુજીવરાશિ છે એ પ્રમાણે જે કહેવાય છે તે નક્કી જીવમિશ્રિતભાષા છે. II૬૧ ટીકા -
सा खलु जीवमिश्रिता या (ग्रन्थानम्-श्लो.७००) उभयराशिविषयाऽपि जीवाजीवसमूहविषयाऽपि,