________________
૪૦
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૩ | ગાથા-૫૬-૫૭ તેથી એ ફલિત થાય કે લોકવ્યવહારના જે મિશ્રભાષાના પ્રયોગો થાય છે તેનું ઉપલક્ષણથી ગ્રહણ છે માટે શાસ્ત્રમાં મિશ્રભાષાના દશ ભેદો કહ્યા છે તે સ્વીકારવામાં કોઈ ક્ષતિ નથી અથવા વિશેષ પ્રકારનાં મિશ્રવચનોને જ ગ્રહણ કરીને દશ પ્રકારની મિશ્રભાષા શ્રુતમાં કહેલ છે, તેથી લોકવ્યવહારમાં પ્રચલિત સો રૂપિયા આપવાના સ્થાને પચાસ રૂપિયા આપીને મેં સો રૂપિયા આપ્યા છે ઇત્યાદિ પ્રયોગોનો સંગ્રહ નથી; કેમ કે તે ઠગવા આદિના પ્રયોજનથી બોલાય છે. જ્યારે શાસ્ત્રીય પદાર્થોની પ્રરૂપણામાં ઉપયોગી હોય તેવા જ મિશ્રના ભેદોનો અહીં સંગ્રહ કરેલ છે.
પૂર્વમાં કહ્યું કે દશ પ્રકારની મિશ્રભાષામાં જે ભાષાઓનો અંતર્ભાવ દેખાતો નથી તેનું ઉપલક્ષણથી ગ્રહણ કરવું એ કથનથી આગળમાં કહે છે એ પ્રમાણે કહેવામાં પણ કોઈ ક્ષતિ થતી નથી.
શું કહેવામાં ક્ષતિ નથી ? તે સ્પષ્ટ કરે છે –
જેમ કોઈને બે વસ્તુનું એક સાથે જ્ઞાન થાય તેમાં એક વસ્તુનું ભ્રમાત્મક જ્ઞાન થાય અને બીજી વસ્તુનું પ્રમાત્મક જ્ઞાન થાય તે વખતે એક જ જ્ઞાનમાં ભ્રમત્વ અને પ્રમાત્વ છે તેથી તે જ્ઞાનથી બોલાયેલી ભાષાને સત્યામૃષાભાષા કહેવામાં આવે તો પણ કોઈ ક્ષતિ નથી.
વળી પુરોવર્તી શક્તિને જોઈને કોઈ કહે કે આ રજત છે એ પ્રકારના જ્ઞાનમાં પણ ધર્મ અંશથી પ્રમાપણું છે અને રજત અંશમાં ભ્રમપણું છે; કેમ કે પુરોવર્સી દેખાતી વસ્તુ “આ” શબ્દથી વાચ્ય છે તે સત્ય છે અને તેમાં રજતત્વનો બોધ ભ્રમાત્મક છે માટે તે પ્રકારે બોલાયેલી ભાષાને મિશ્રભાષા કહેવામાં ક્ષતિ નથી.
વળી ઘટવગરના ભૂતલને કોઈ કહે કે ભૂતલ ઘટવાળું છે ત્યાં તે વચન ભૂતલ અંશ પ્રમજનક છે અને ઘટાશ ભ્રમજનક છે તેથી તે ભાષાને મિશ્ર કહેવામાં પણ કોઈ ક્ષતિ નથી આ પ્રકારનું કથન એક ઉપયોગમાં વર્તતા સત્ય અંશનો અને અસત્ય અંશનો ભેદ કરનારી નદૃષ્ટિથી છે તેથી તે સર્વભાષાનો મિશ્રભાષામાં અંતર્ભાવ થાય છે, છતાં તેમ સ્વીકારવાથી મૃષાભાષાના ભેદના ઉચ્છેદની આપત્તિ આવે છે, તેથી વ્યવહારથી મિશ્રભાષા કરતાં મૃષાભાષાનો ભેદ કરવા અર્થે ‘વસ્તુત:'થી કહે છે –
પૂર્વમાં કહ્યું એમ સ્વીકારવામાં આવે તો સર્વ મૃષાભાષાનો અંતર્ભાવ મિશ્રભાષામાં થવાથી મૃષા ભાષાના ઉચ્છેદની પ્રાપ્તિ થાય માટે ધર્મી અંશના ગ્રહણ કર્યા વગર સ્કૂલ દૃષ્ટિથી જે ભાષામાં ભ્રમ અને પ્રમાજનકત્વ હોય તે ભાષા મિશ્રભાષા છે. તેથી એ પ્રાપ્ત થાય કે સ્કૂલ દૃષ્ટિથી જે વચનપ્રયોગ દ્વારા ભ્રમાત્મક જ્ઞાન થાય તે અસત્યભાષા છે. જેમ ઘટ વગરના ભૂતલને ઘટવાળું ભૂતલ કહેવામાં આવે ત્યારે બોધ કરનારને ભૂતલમાં ઘટ છે એવો ભ્રમાત્મક બોધ થાય છે માટે તેવો વચનપ્રયોગ અસત્યભાષા કહેવાય. અને જે ભાષાના પ્રયોગમાં ભૂલ દૃષ્ટિથી ભ્રમ અને પ્રમાજનક હોય તે મિશ્રભાષા કહેવાય. જેમ અશોકવન કહેવામાં આવે ત્યારે તે વચનથી શ્રોતાને તે વનમાં માત્ર અશોકવૃક્ષ છે એવો બોધ થાય ત્યારે અંશથી ભ્રમજનક અને અંશથી પ્રમાજનક તે વચન હોવાથી મિશ્રભાષા છે.
આ રીતે ગ્રંથકારશ્રીએ પરિસ્થૂલ દૃષ્ટિથી ભ્રમ-પ્રમાજનક વચનને મિશ્રભાષારૂપે અને પરિસ્થૂલ દૃષ્ટિથી ભ્રમજનક વચનને મૃષાભાષારૂપે બતાવ્યું. ત્યાં તથાપિ'થી કોઈક શંકા કરે છે –