________________
૨૩
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૨ | ગાથા-૫૦, ૫૧ वेदादौ विध्यादिवचनानि तु परप्रतारणार्थं कालासुरादिकृतत्वेन मायानिःसृतायामन्तर्भवन्तीत्यवधेयम् ९ ।।५।। ટીકાર્ચ -
યા ... અવધેયમ્ ૨ | જે ફૂટકથાના રમૂજવાળી આ આખ્યાયિકાનિઃસૃતભાષા થાય તે આખ્યાયિકાતિઃસૃતમૃષાભાષા છે, જે પ્રમાણે ભારત-રામાયણ શાસ્ત્રોમાં અસંબદ્ધ વચનો છે. વળી વેદાદિમાં વિધિ આદિનાં વચનો યજ્ઞ આદિની વિધિ વગેરેનાં વચનો, પ૨ને ઠગવા માટે કાલાસુર આદિ કૃતપણું હોવાને કારણે માયાવિકૃતભાષામાં અંતર્ભાવ પામે છે એ પ્રમાણે જાણવું. પછી ભાવાર્થ :(૯) આખ્યાયિકાનિઃસૃત અસત્યભાષા :
જેમ કોઈ સાધુ ફૂટકથા કરવાના પ્રીતિવાળા હોય તેઓ જિનવચનની મર્યાદાને સ્પર્યા વગર કાંઈક અપૂર્વ કહેવાના આશયથી કથન કરે છે તે આખ્યાયિકાનિઃસૃતમૃષાભાષા છે. જેમ કેટલાક સાધુ કહે છે કે ભગવાનની પ્રતિમાની આ સિદ્ધમુદ્રા છે, તેને અલંકાર આદિ પહેરાવવાથી સિદ્ધમુદ્રાની વિકૃતિ થાય છે; માટે સિદ્ધાવસ્થાવાળા ભગવાનને આભૂષણ આદિ કે અભિષેક આદિ કરી શકાય નહિ. આ પ્રકારે કૂટકથા કરવામાં પ્રીતિવાળા જે સાધુઓ જિનવચનથી અસંબદ્ધ વચનો બોલે છે તે મહાભારત-રામાયણ શાસ્ત્રોમાં જે પ્રકારનાં અસંબદ્ધ વચનો છે તેના જેવાં અસંબદ્ધ વચનો હોવાથી મૃષાભાષારૂપ છે. આ પ્રકારની કથા કરવામાં કોઈક અપૂર્વ પદાર્થને લોક આગળ કહેવાની પરિણતિને કારણે આ પ્રકારનાં અસંબદ્ધ વચનો તેઓ કહે છે.
અહીં પ્રશ્ન થાય કે મહાભારત, રામાયણ આદિમાં જેમ અસંબદ્ધ વચનો છે તેમ વેદમાં પણ યજ્ઞવિષયક અસંબદ્ધ વચનો છે, જેનો અંતર્ભાવ આખ્યાયિકાનિઃસૃતઅસત્યભાષામાં થશે. તેના નિવારણ માટે કહે છે –
વેદમાં યજ્ઞવિષયક વિધિ આદિ વચનો પરને ઠગવા માટે કાલાસુર આદિ વડે કરાયાં છે. તેથી તેનો માયાનિઃસૃતભાષામાં અંતર્ભાવ થાય છે. જ્યારે વાસ્તવિક અવલોકન વગર અસંબદ્ધ વચનો જેઓ કહે છે તે આખ્યાયિકાનિઃસૃતમૃષાભાષારૂપ છે. આપણા અવતરણિકા:
उक्ताऽऽख्यायिकानिःसृता । अथोपघातनिःसृतामाह - અવતરણિકાર્ય :આખ્યાયિકા નિઃસૃતભાષા કહેવાઈ. હવે ઉપઘાતનિઃસૃત ભાષાને કહે છે –