________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૨ | ગાથા-૪૨
અન્વયાર્થ :
વા=અથવા, વિઠ્ઠા =ક્રોધાવિષ્ટ જીવોની, સખ્યા=સત્યભાષા, તુવરાદુષ્ટતર છે=અસત્યભાષા બોલનારા કરતાં પણ અધિક દુષ્ટ છે. નેપા=જે કારણથી, સસર=પ્રસરણયુક્ત, સ==સત્યભાષા, મિચ્છામિનિવેસર્વ=મિથ્યા અભિનિવેશ માટે, નીવાળા જીવોને, હોડું થાય છે. ૪રા
‘ન્દ્રિ' ઉપપ્રદર્શનમાં છે. ગાથાર્થ :
અથવા ક્રોધાવિષ્ટ જીવોની સત્યભાષા દુષ્ટતર છે-અસત્યભાષા બોલનારા કરતાં પણ અધિક દુષ્ટ છે. જે કારણથી પ્રસરણયુક્ત તે સત્યભાષા, મિથ્યા અભિનિવેશ માટે જીવોને થાય છે. Il૪રા. ટીકા :
क्रोधाविष्टानां वा=अथवा, दुष्टतरा सत्या अतिशयिता दुष्टा-दुष्टतरा, कुतः ? इत्याह - हन्दीत्युपदर्शने येन कारणे सप्रसरा-प्रसरणयुक्ता सा=सत्या भाषा जीवानां मिथ्याभिनिवेशकृते भवति, क्लिष्टाशयानां सत्यभाषणं 'सम्यगिदं मयोक्तं' इति दुर्भाषितानुमोदनं जनयन् महाकर्मबन्धहेतुरिति परमार्थतोऽसत्यमित्यर्थ इति किमतिविस्तरेण ?।।४२।। ટીકાર્ય :
શોવિઝાનાં ....... વિત્તિવિસ્તરે ? અથવા ક્રોધાવિષ્ટ જીવોની દુષ્ટતર સત્યભાષા છે અતિશય દુષ્ટ છે અસત્યભાષા કરતાં પણ અતિશય દુષ્ટ છે.
કેમ અતિશય દુષ્ટ છે ? તેથી કહે છે – ગાથામાં ‘ત્રિ' શબ્દ ઉપદર્શનમાં છે. જે કારણથી સપ્રસરવાળી=પ્રસરણયુક્ત એવી, તે સત્યભાષા, જીવોના મિથ્યાભિનિવેશ માટે થાય છે. ક્લિષ્ટ આશયવાળા જીવોનું સત્યભાષણ ‘સમ્યફ આ મારા વડે કહેવાયું છે.' એ પ્રમાણે દુભાષિતના અનુમોદન કરતું મહાકર્મબન્ધનો હેતુ છે એથી પરમાર્થથી અસત્ય છે એ પ્રકારનો અર્થ છે એથી અધિક વિસ્તારથી સર્યું. In૪રા ભાવાર્થ :ભદ્રકપ્રકૃતિ જીવોના ક્રોધનિઃસૃત અસત્ય કરતાં મિથ્યાભિનિવિષ્ટ જીવોનું ક્રોધનિઃસૃત સત્ય દુષ્ટતર:
અસત્યભાષા બોલનારા કેટલાક જીવો પ્રકૃતિભદ્રક હોય છે તેથી પોતે ક્રોધાદિ વશ અસત્ય બોલે છે તેમ જાણે છે, તેથી તેમની અસત્યની પ્રવૃત્તિ ક્રોધથી અભિભૂત હોવાને કારણે કર્મબંધનું જ કારણ છે તોપણ પોતાના અસત્યભાષાના અનુમોદનનો પરિણામ નથી તેથી તેઓની અસત્યભાષા દુષ્ટતર નથી. જેઓ