________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ / સ્તબક-૨ | ગાથા-૩૮-૩૯, ૪૦
(૪) ભાવઅસત્યભાષા :
ભાવથી ક્રોધાદિ ચાર કષાયો અને હાસ્યાદિ નવ નોકષાયોને વશ થઈને જે ભાષા બોલાય છે તે ભાષા સત્ય હોય કે અસત્ય હોય તોપણ કર્મબંધનું કારણ હોવાથી અસત્યભાષા છે, આથી જ સાધુ જ્યારે ગુપ્તિના પરિણામમાં નથી ત્યારે ક્રોધાદિ કોઈ કષાય કે નોકષાય આદિનો ઉપયોગ પ્રવર્તે છે, તેથી તે વખતે બોલાયેલી ભાષા અસત્યભાષા બને છે; કેમ કે કષાયોથી સંવલિત વચનપ્રયોગનો ઉપયોગ ક્લિષ્ટ કર્મબંધનું કારણ બને છે. જે સાધુ ગુપ્તિના પરિણામવાળા છે તેનો ઉપયોગ વીતરાગના વચનથી ભાવિત થઈને પ્રવર્તતો હોવાથી અનાભોગ આદિથી ક્યારેક દ્રવ્યાદિના વિષયમાં વિપરીત કથન થાય તોપણ જિનવચનાનુસાર સ્વપરના કલ્યાણના આશયથી સંવલિત ગુપ્તિના પરિણામપૂર્વક વચનપ્રયોગ હોવાથી તે ભાષા સત્યભાષા બને છે.
વળી અહીં દ્રવ્યના અને ભાવના સંયોગને આશ્રયીને ભાષાની ચતુર્ભગીની પ્રાપ્તિ થાય છે ત્યાં દ્રવ્યશબ્દથી બાહ્ય ઉચ્ચારણરૂપ શબ્દોનું ગ્રહણ છે અને ભાવશબ્દથી ગુપ્તિના અને અગુપ્તિના પરિણામનું ગ્રહણ છે, તેથી દ્રવ્યથી મૃષાવાદની ભાષા હોય અને ભાવથી મૃષાવાદની ભાષા ન હોય તે સ્થાનમાં ગુપ્તિપૂર્વક બોલાયેલી અનાભોગથી કે સકારણથી મૃષાભાષા છે તે મૃષાભાષા દ્રવ્યથી મૃષાભાષા છે, જ્યારે ભાવથી ગુપ્તિનો અધ્યવસાય હોવાથી કષાયના ઉન્મેલનને અનુકૂળ અધ્યવસાયથી સંવલિત તે વચનપ્રયોગ છે, માટે ભાવથી મૃષાભાષા નથી.
વળી કોઈ ભાવથી મૃષાવાદ બોલે અને દ્રવ્યથી મૃષાવાદ બોલતો ન હોય ત્યારે ગુપ્તિના પરિણામપૂર્વક સત્યભાષા બોલવાનો અધ્યવસાય નથી પરંતુ અનાભોગ આદિથી સત્યભાષા બોલાઈ જાય ત્યારે પ્રરૂપણાની અપેક્ષાએ દ્રવ્યથી સત્યભાષા હોય તોપણ ભાવથી તે મૃષાભાષા બને છે.
જે ભાષામાં ગુપ્તિનો પરિણામ નથી અને વિપરીત કથન પણ છે તે ભાષા દ્રવ્યથી પણ મૃષાવાદરૂપ છે અને ભાવથી પણ મૃષાવાદરૂપ છે.
વળી ચોથો ભાંગો પ્રાપ્ત થતો નથી તેથી અસત્યભાષાને આશ્રયીને દ્રવ્ય અને ભાવના સંયોગથી સર્વ અસત્યભાષાનો સંગ્રહ થાય છે પરંતુ દ્રવ્યથી બોલતો ન હોય અને બોલવાનો ભાવ પણ ન હોય તેવી અસત્યભાષાની પ્રાપ્તિ નથી.
વળી તે અસત્યભાષા દશ પ્રકારની છે. ક્રોધથી નિશ્રિત અથવા ક્રોધમાં નિશ્રા કરાયેલી ભાષા તે ક્રોધનિઃસૃતભાષા છે અને તેના દશ ભેદો ગ્રંથકારશ્રી સ્વયં આગળમાં બતાવે છે. ll૩૮-૩૯ના અવતરણિકા -
अत्र पूर्वं क्रोधनिःसृतामेव निरूपयति - અવતરણિકાર્ય :
અહીં=ભાવમૃષાવાદના ભેદમાં, પ્રથમ ક્રોધનિઃસૃતા જ ક્રોધનિઃસૃતમૃષાભાષાનું જ, નિરૂપણ કરે છે –