________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૨ | ગાથા-૩૮-૩૯ અને ભાવઅસત્યભાષાના ભેદો જ દશ અનંતર નિર્યુક્તિ ગાથાથી બતાવશે એ પ્રમાણે જાણવું. અહીં=અસત્યભાષાના વિષયમાં, દ્રવ્ય અને ભાવતા સંયોગમાં વિધિ-પ્રતિષેધ દ્વારા પણ ચતુર્થંગી ભાવત કરવી=દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી તો ચતુર્થંગી ભાવન કરવી, પરંતુ દ્રવ્ય અને ભાવના સંયોગમાં વિધિ-પ્રતિષેધ દ્વારા પણ ચતુર્થંગી ભાવત કરવી. તે આ પ્રમાણે –
“(૧) દ્રવ્યથી એક મૃષાવાદ છે ભાવથી નથી. (૨) ભાવથી એક મૃષાવાદ છે દ્રવ્યથી નથી. (૩) એક દ્રવ્યથી અને ભાવથી મૃષાવાદ છે અને (૪) એક દ્રવ્યથી નથી અને ભાવથી મૃષાવાદ નથી. ત્યાં=ચાર ભાંગામાં (૧) દ્રવ્યથી મૃષાવાદ છે ભાવથી મૃષાવાદ નથી જે પ્રમાણે કોઈ કહે અહીં તારા વડે કોઈ પશુ-મૃગાદિ જોવાયાં છે ? ત્યારે કહે નથી અર્થાત્ મેં જોયાં નથી. આ દ્રવ્યથી મૃષાવાદ છે ભાવથી નથી. (૨) ભાવથી મૃષાવાદ છે. અને દ્રવ્યથી નથી જે પ્રમાણે હું મૃષા બોલું ત્યારપછી તેના વ્યંજનો=શબ્દો સહસા તે સત્ય વિનિર્ગત થયા આ ભાવથી મૃષાવાદ છે દ્રવ્યથી નથી. (૩) દ્રવ્યથી પણ છે અને ભાવથી પણ મૃષાવાદ છે જે પ્રમાણે મૃષાવાદ પરિણત કોઈક પુરુષ તે જ મૃષાવાદને બોલે. ચોથો ભાંગો શૂન્ય છે.”
४
‘ત્તિ’=‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણના કથનની સમાપ્તિસૂચક છે.
તે વળી ઉક્ત લક્ષણ અસત્યભાષા દશ પ્રકારની છે. તે આ પ્રમાણે ક્રોધથી, અહીં=ગાથામાં સપ્તમી પંચમી અર્થમાં છે અને તે રીતે=સપ્તમી પંચમી અર્થમાં છે તે રીતે, ક્રોધથી નિઃસૃત=નિર્ગત, ભાષા અસત્ય છે ઇત્યાદિ વ્યાખ્યાન કરવું, અથવા=સપ્તમી પંચમી અર્થમાં ન ગણો અને સપ્તમી અર્થે જ ગ્રહણ કરવા કરવામાં આવે તો, નિશ્રા થઈ છે આવે તે નિશ્રિત, ક્રોધમાં નિશ્રિત એવી ભાષા તે ક્રોધનિશ્રિત છે એ પ્રમાણે યથાશ્રુત જ=ગાથામાં જે પ્રમાણે સપ્તમી સંભળાય છે એ પ્રમાણે જ, ક્રોધમાં બોલાયેલી ભાષા મૃષાભાષા છે એમ અર્થ કરવો. શેષ ભાગ સ્પષ્ટ છે. ।।૩૮-૩૯૫ ભાવાર્થ -
-
જે વસ્તુ જેવી ન હોય તે સ્વરૂપે કહેવું તે અતસ્મિન્ એવી તે વસ્તુમાં તદ્વચનરૂપ છે માટે મૃષાભાષા છે. આ પ્રકારે અસત્યભાષાનું લક્ષણ ક૨વાથી પ્રશ્ન થાય કે ચરિતઉપમાદિ સત્યભાષાઓ છે તેમાં પણ અસત્યભાષાનું લક્ષણ જશે; કેમ કે ચરિતઉપમામાં સંપૂર્ણ તે વસ્તુ તેવી નથી જેમ ચન્દ્રમુખી કહેવાથી સંપૂર્ણ સ્વરૂપ તેના મુખમાં પ્રાપ્ત થતું નથી તેથી ચન્દ્ર સરખું મુખ નથી એવા અતસ્મિન્માં ચન્દ્રમુખીનો પ્રયોગ થયેલો હોવાથી અસત્યભાષાનું લક્ષણ ચરિતઉપમાદિમાં અતિવ્યાપ્ત થશે. તેનું નિવારણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે.
યથાર્થ તાત્પર્યના વિરહથી અસ્મિમાં તદૂચન મૃષાવાદ છે.
જેમ ઘટને પટ કહેવામાં આવે ત્યારે તે ઘટમાં પટનો વિપરીત બોધ થાય છે માટે અસત્યરૂપ છે. જ્યારે ચન્દ્રમુખી કહેવાથી કહેનારનું જે તાત્પર્ય છે તે તાત્પર્યપૂર્વક તે વચન છે માટે ત્યાં મૃષાવાદનું લક્ષણ જશે નહિ. ઘટને પટ કહેવામાં યથાર્થ તાત્પર્યના વિરહવાળું તે વચન હોવાને કારણે તે અસત્યભાષા છે. આ