________________
૧૬૫
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૫
વળી ગરમી હોય ત્યારે શીત થાઓ અથવા અતિશીતતા હોય ત્યારે ગરમી થાઓ એવો વચનપ્રયોગ સાધુ કરે નહિ.
વળી રાજ્યમાં ક્ષેમ થાઓ=રાજ્ય ઉપદ્રવ વગરનું થાઓ, તેમ પણ સાધુ બોલે નહિ. વળી સુભિક્ષ થાઓ એમ પણ સાધુ બોલે નહિ; કેમ કે સાધુના વચનમાં અતિશયતા ન હોય તો વચનમાત્રથી ફળ થતું નથી અને તેવું ફળ ન થાય તો સાધુને મૃષાવાદની પ્રાપ્તિ થાય; કેમ કે સાધુ વૃષ્ટિ આદિ થાઓ તેમ કહેવા છતાં તેવું કાંઈ થતું ન હોય ત્યારે આ સાધુ કૃષાવાદી છે એમ કહેવાનો પ્રસંગ આવે.
વળી સાધુના વચનાનુસાર વૃષ્ટિ આદિ થાય તોપણ તે સર્વપ્રસંગમાં અનુમોદનાદિનો પ્રસંગ થવાથી આર્તધ્યાનનો ભાવ પ્રાપ્ત થાય અથવા મારું વચન સત્ય પડ્યું તેવી બુદ્ધિ થવાથી પણ આર્તધ્યાનનો પ્રસંગ
પ્રાપ્ત થાય.
વળી સાધુના વચનથી વાતાદિ થાય કે ન થાય તોપણ તે સર્વ પ્રવૃત્તિમાં આરંભ-સમારંભની અનુમોદનાની પ્રાપ્તિ હોવાથી અધિકરણાદિ દોષોની પ્રાપ્તિ છે અર્થાત્ તે પાપમાં સાધુનું વચન અનુમોદનારૂપ થવાથી અધિકરણ દોષની પ્રાપ્તિ છે અને આ સાધુ આરંભ સમારંભની પ્રવૃત્તિ કરે છે તેવો બોધ થવાથી બુદ્ધિમાન જીવોને ભગવાનનો ધર્મ નિરારંભવાળો છે તેવું નહિ જણાવાથી ભગવાનના વચન પ્રત્યે અશ્રદ્ધા થાય તેમાં સાધુનું વચન નિમિત્તકારણ બને છે.
વળી જગતમાં વાતાદિ હોતે છતે જીવોને પીડાની આપત્તિ હોવાથી તે પીડામાં સાધુને અનુમોદનાની પ્રાપ્તિ થાય. જો કે જગતમાં ક્ષેમ પ્રવર્તે એવા અભિલાષમાં સાક્ષાત કોઈ આરંભ જણાય નહિ તોપણ સાધુના વચનથી તેમ થાય નહિ તેથી મૃષાવાદનો પ્રસંગ પ્રાપ્ત થાય અને સુભિક્ષાદિમાં લોકોને પ્રીતિ થાય તોપણ તેના કારણે જે કાંઈ આરંભ-સમારંભ થાય તે સર્વમાં સાધુને આરંભ-સમારંભની પ્રાપ્તિ થાય, માટે સાધુએ જે વચનપ્રયોગમાં સદોષની પ્રાપ્તિ હોય તેવું આશંસાવાળું વચન બોલવું જોઈએ નહિ.
અહીં પ્રશ્ન થાય કે તો સર્વ જગતનું કલ્યાણ થાઓ તેમ સૂત્રોમાં કેમ બોલાય છે ? અર્થાત્ “જગત ક્ષેમવાળું થાઓ” એ પ્રયોગમાં જેમ ઉપદ્રવના અભાવની ઇચ્છા છે તેમ “જગતનું શિવ થાઓ” ત્યાં પણ ઉપદ્રવના અભાવની ઇચ્છા છે અને જો એમ કહેવામાં આવે કે જગતમાં ઉપદ્રવ દૂર થાય તો ચોરી આદિમાં અંતરાયદોષની પ્રાપ્તિ થાય અર્થાત્ ચોરી કરનારને નિરુપદ્રવવાળું જગત હોય તો વિઘ્ન થાય અને ૫રદારાસેવન કરનારને નિરુપદ્રવવાળું જગત હોય તો અંતરાય થાય માટે સાધુએ એવો પ્રયોગ કરવો જોઈએ નહિ એ પ્રકારની કોઈને શંકા થાય. તેના નિરાકરણ અર્થે ગ્રંથકારશ્રી કહે છે
“જગતમાં ઉપદ્રવ ન થાઓ” એ પ્રકારના વચનપ્રયોગમાં સદાશય વર્તે છે તેથી શ્રુતભાવભાષાના અધિકારમાં અસત્યામૃષાભાષામાં તેનો અંતર્ભાવ થાય છે માટે સાધુની શ્રુતભાવભાષાને આશ્રયીને તેમાં દોષની પ્રાપ્તિ નથી અને ચોરાદિને અંતરાય ક૨વાનો પણ આશય નથી પરંતુ “જગતમાં ઉપદ્રવ ન થાઓ” એ પ્રકારના અભિલાષ દ્વારા સદાશયની વૃદ્ધિ થાય તેવી પ્રાર્થના કરાય છે માટે તે મૃષાભાષા પણ નથી અને સત્યભાષા પણ નથી પરંતુ શ્રુતભાવભાષા અંતર્ગત અસત્યામૃષાભાષા છે અને પ્રકૃતમાં ચારિત્રી કેવી ભાષા