________________
૧૪૬
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૯૩
“તે કારણથી સાધુને કોઈ પૃચ્છા કરે અને ઉત્તર ન આપે તો ઘણા દોષોનો સંભવ છે તે કારણથી, બહુવાડાઈ= બહુભૂતાદિ નદી છે એ પ્રમાણે કહે તે પણ=બહુભૂતાદિ શબ્દ પણ શીધ્ર પાછા વળતાં બોલે જે પ્રમાણે જાણે નહિ ગૃહસ્થ જાણે નહિ. આ શું બોલે છે ?=સાધુ શું બોલે છે ? એ જાણે નહિ.” (દશવૈકાલિકચૂણિ)
અને તે પ્રકારે આવા પ્રકારના સંમુગ્ધવચનથી વ્યુત્પન્ન પ્રશ્નઉધતમુનિઓના=નદીવિષયક પ્રશ્ન કરનાર મુનિઓના, પ્રયોજતની સિદ્ધિ છે. વળી ઈતર એવા ગૃહસ્થોની અનુકંગથી પણ અધિકરણ પ્રવૃત્તિ નથી=સાધુ દ્વારા સાધુને કહેવાના વચનશ્રવણના અનુયંગથી પણ નદીવિષયક ગમનાદિરૂપ અધિકરણની પ્રવૃત્તિ નથી; કેમ કે અપરિજ્ઞાન છે=સાધુના વચનથી અપરિજ્ઞાન છે એથી સર્વ અવદાત છે શુદ્ધ વચનથી સાધુ કહે તો સર્વથા નિર્દોષ છે. ૯. ભાવાર્થ :સાધુએ શું બોલવું અને શું ન બોલવું? તેનું કથન -
કોઈક પ્રયોજનથી સાધુ નદી ઊતરીને આવેલા હોય અને સન્મુખ આવેલા અન્ય સાધુ તે નદી વિષયક પૃચ્છા કરે ત્યારે સાધુ લોકભાષામાં નદીની પરિસ્થિતિને અનુરૂપ વચનપ્રયોગ કરે નહિ પરંતુ વ્યુત્પન્ન સાધુ જ તે વચનનું તાત્પર્ય ગ્રહણ કરી શકે એવી ગૂઢાર્થભાષાથી કહે. કેવી લોકસંમતભાષાથી ન કહે ? તે બતાવે છે –
નદી પૂર્ણ છે એ પ્રમાણે તે સાધુ અન્ય સાધુને કહે નહિ; કેમ કે સાધુના તે વચનના શ્રવણને કારણે નદીમાં જવા માટે તત્પર થયેલ ગૃહસ્થ નદી જવાની પ્રવૃત્તિની નિવૃત્તિ કરે અને અન્ય નાનાદિ દ્વારા જવા પ્રયત્ન કરે તે સર્વ દોષપ્રાપ્ત થાય. વસ્તુતઃ સાધુના શબ્દના શ્રવણ વગર ગૃહસ્થની પ્રવૃત્તિ સાથે સાધુને કોઈ પરિણામનું પ્રતિસંધાન નથી, તેથી ગૃહસ્થથી સ્વતઃ કરાતી પ્રવૃત્તિમાં સાધુને કોઈ આરંભાદિ દોષમાં અનુમતિની પ્રાપ્તિ નથી અને સાધુ અન્ય સાધુને કહે કે આ નદી પૂર્ણ છે તે શ્રવણથી કોઈ ગૃહસ્થ નદીમાં જવા પ્રવૃત્ત હોય તેનાથી નિવૃત્તિ કરીને નાનાદિથી જવા પ્રવૃત્તિ કરે તે સર્વ પ્રવૃત્તિમાં સાધુનું વચન કારણ બને છે અને સાધુ જાણવા છતાં તેનો કોઈ વિચાર કર્યા વગર નદી પૂર્ણ છે એમ અન્ય સાધુને કહે ત્યારે તેમના વચનના શ્રવણથી અન્ય ગૃહસ્થની તે પ્રકારની પ્રવૃત્તિની નિવૃત્તિ આદિની સંભાવના હોવા છતાં તે દોષના પરિહારવિષયક સાધુ ઉચિત યતના ન કરે તો જે પ્રકારના આરંભની સંભાવના છે તે સર્વ આરંભના પરિવારને અનુકૂલ યતનાના અભાવને કારણે સાધુને અવશ્ય કર્મબંધ થાય છે.
વળી તે નદી પૂર્ણ ન હોય અને કાયાથી કરી શકાય તેમ હોય ત્યારે પણ સાધુ અન્ય સાધુને ઉત્તર આપતાં એમ કહે નહિ કે નદી કાયાથી કરી શકાય તેવી છે; કેમ કે સાધુના વચનને કારણે અવિપ્નથી પ્રવૃત્તિની બુદ્ધિ થવાને કારણે નદીને જોઈને નહીં જવાના પરિણામવાળા ગૃહસ્થોને પણ અનિવૃત્તિનો પ્રસંગ છે. અર્થાત્ નદીની સ્થિતિ જોવાથી તેઓને જણાય કે શરીરથી ઊતરી શકાય તેવી નથી તેથી નહિ જવાના પરિણામવાળા પણ તે ગૃહસ્થો સાધુના વચનથી જવાના પરિણામવાળા થાય છે જેથી તે પ્રકારના આરંભની અનુમતિનો પ્રસંગ સાધુને પ્રાપ્ત થાય માટે સાધુ કાયતીર્ય છે એ પ્રકારનો પ્રયોગ કરે નહિ.