________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ |
બક-૫ | ગાથા-૯૨, ૯૩
૧૪૩
કર્મવિપાકનો બોધ કરાવવાનું પ્રયોજન હોય ત્યારે આ ચોર વધ્ય છે તેવો પ્રયોગ કરે નહિ પરંતુ આ ચોર પણિતાર્થ છે એવો પ્રયોગ કરે અર્થાતુ પોતાના પ્રાણનો જુગાર કરવાના પ્રયોજનવાળો છે અર્થાતુ પોતાના પ્રાણના ભોગે તુચ્છ બાહ્ય પદાર્થો મેળવવાના પ્રયોજનવાળો છે તેમ કહે. કેમ વિધ્ય છે તેમ ન કહે ? તેથી કહે છે –
આ વધ્યું છે એ પ્રકારે સાધુને અનુમત છે એમ સાધુના વચનને સાંભળીને આ બહુ અપરાધી છે માટે હણનારને તેને મારવાવિષયક નિશ્ચયનો પ્રસંગ આવે તેથી સાધુના તે વચનપ્રયોગથી વિશેષ પ્રકારના આરંભો થવાના પ્રસંગ આવે માટે સાધુએ તેવી ભાષા બોલવી જોઈએ નહિ.
વસ્તુતઃ સાધુએ વધસ્થાને લઈ જતા ચોરને ઉદ્દેશીને કોઈ વચનપ્રયોગ જ કરવો જોઈએ નહિ. આમ છતાં પ્રત્યક્ષ દૃષ્ટાંતથી યોગ્ય જીવોને સંવેગ ઉત્પન્ન થાય છે તેથી બોધ કરાવવા અર્થે સાધુ કહે કે જે કૃત્યનું આ ભવમાં પણ આ પ્રકારે સાક્ષાત્ ફળ હોય છે તે ચોરી આદિ કૃત્યનો અત્યંત પરિહાર કરવો જોઈએ અને સાધુને સૂક્ષ્મ ચૌર્યદોષનો પરિહાર કરવા અર્થે તીર્થકર અદત્તનો પણ પરિહાર કરવો જોઈએ અને સાધુ જો સંયમમાં અપ્રમાદથી યત્ન ન કરે તો ગ્રહણ કરાયેલી વસ્તુ, આહાર, વસ્ત્ર આદિ સર્વથા નિર્દોષ હોય તોપણ સંયમના પ્રયોજન વગર ભગવાને અનુજ્ઞા આપી નથી છતાં ભગવાનના બતાવેલ વેષનું ગ્રહણ કરીને સાધુ સંયમની વૃદ્ધિનું કારણ ન બને તેવી કોઈપણ વસ્તુ ગ્રહણ કરે તો તીર્થકર અદત્તને કારણે જ ઘણા ભવો સુધી અનર્થની પરંપરાની પ્રાપ્તિ થશે. જેમ આ ચોરે વર્તમાન ભવમાં ચોરી કરી જેના ફળરૂપે આ જાતની વિડંબના પામે છે. આ પ્રકારનો ઉપદેશ આપતી વખતે પોતાની ભાષાથી આ વધ્યું છે એ પ્રકારનો પ્રયોગ થાય તો તેનાથી અનર્થ થવાનો પ્રસંગ આવે તેના નિવારણપૂર્વક સાધુ ઉચિત પ્રયોગ કરે.
વળી કોઈ સાધુ નદી ઊતરીને આવેલા હોય અને અન્ય સાધુને તે નદીવિષયક કંઈક કથન કરવાનો પ્રસંગ હોય ત્યારે સુબહુમતીર્થ તેમ કહેવું જોઈએ પરંતુ સુતીર્થ છે કે કુતીર્થ છે અર્થાત્ સુખપૂર્વક તરી શકાય તેવી છે કે દુઃખપૂર્વક કરી શકાય તેવી છે તે પ્રકારે કહે નહિ; કેમ કે સુતીર્થ કહે તો કોઈ ગૃહસ્થ તરવાનું અશક્ય જણાય તેથી ગમનથી નિવર્તન થયેલો હોય છતાં તે વચન સાંભળીને ગમન કરે તેવી સંભાવના રહે, તેથી અધિકરણ દોષનો પ્રસંગ આવે અને કતીર્થ કહે તો તે સાંભળીને તે ગૃહસ્થ જે પ્રવૃત્તિ કરતા હોય તેના કરતા અન્ય પ્રવૃત્તિ કરે તેનાથી વિઘાત આદિ દોષની પ્રાપ્તિ થાય માટે અન્ય સાધુ સમજી શકે તેવા ગૂઢાર્થ વચનથી સુબહુમતીર્થ કહે જેથી તે વચનના પરમાર્થ પ્રાયઃ ગૃહસ્થ સમજી શકે નહિ તેથી કોઈ જાતની પ્રવૃત્તિ નિવૃત્તિ થાય નહિ. II૯શા અવતરણિકા:શિષ્ય –
અવતરણિકાર્ય :
વળી સાધુઓએ અન્ય શું બોલવું જોઈએ ? અને શું ન બોલવું જોઈએ ? તેનો “જિ'થી સમુચ્ચય કરે છે –