________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૮૭
૧૨૫ દોષજનની અને પુરુષને આશ્રયીને પણ પુલિંગના અભિધાનથી ઉક્તરૂપ જ જે આમંત્રણીભાષા છે તેને પણ બોલે નહિસાધુ બોલે નહિ. વળી કારણ ઉત્પન્ન થયે છતે સ્ત્રી અથવા પુરુષને નામથી આમંત્રણ કરે અને તેના અસ્મરણમાં છે કાશ્યપગોત્રે ! એ પ્રકારે સ્ત્રીને અને તે કાશ્યપગોત્ર ! એ પ્રકારે પુરુષને ગોત્રના અભિશાપથી આમંત્રણ કરે. II૮૭ ભાવાર્થ - સાધુને અનુમત જે બે ભાષા છે તેનો શુદ્ધ પ્રયોગ કઈ રીતે થઈ શકે, તેના વિષયમાં દિશાસૂચન:
સાધુને વચનગુપ્તિ અને ભાષાસમિતિના રક્ષણ અર્થે કેવી ભાષા ન બોલવી જોઈએ તે બતાવતાં કહે છે કે કાલથી શંકિત હોય, દેશાદિથી શંકિત હોય, સર્વ ઉપઘાત કરનારી હોય અને સંગાદિથી દૂષિત હોય એવી આમંત્રણીભાષા સાધુ બોલે નહિ. જેમ અનાગતકાળને આશ્રયીને કોઈ સાધુ કહે કે હું ત્યાં જઈશ અથવા હું ત્યાં રહીશ એ અનાગતકાલ સંબંધી શંકિતભાષા છે; કેમ કે ભાવિમાં પોતે જઈ શકશે કે નહિ અથવા રહી શકશે કે નહિ તેનો નિર્ણય નથી, આથી મૃષાપણાની પ્રાપ્તિ છે અને કોઈક વિઘ્ન આવે અને પોતે ત્યાં જઈ શકે નહિ તો ગૃહસ્થમાં લાઘવાદિનો પ્રસંગ થાય અર્થાત્ ગૃહસ્થને લાગે કે સાધુ જેવું બોલે છે એવું કરનારા નથી તેથી સાધુના લાઘવની પ્રાપ્તિ થાય અને આદિ પદથી ભગવાનના સાધુ અસંબદ્ધ બોલનારા છે એવું ભાસવાથી ભગવાનના શાસનની પણ અવહેલના થાય, માટે ભવિષ્ય સંબંધી હું આ પ્રમાણે કરીશ ઇત્યાદિ કોઈ વચન સાધુ બોલે નહિ, પરંતુ સાધુવચનની મર્યાદા અનુસાર વર્તમાનજોગ કહે અર્થાત્ તે વખતમાં વર્તતા સંયોગ અનુસાર અમે કરીશું, માત્ર પોતાને જવાનો પરિણામ હોય તોપણ કહે કે અમે તે પ્રસંગે જવાની ઇચ્છા રાખીએ છીએ છતાં તે વખતના સંયોગ અનુસાર કરશું એ પ્રમાણે બોલે તો જ સાધુથી મૃષાવાદનો પરિહાર અને લાઘવ આદિનો પરિહાર થાય.
વળી વર્તમાનકાળમાં કોઈક કાર્ય તરત કરવાનું હોય તોપણ કંઈક વિલંબથી કરવાનું હોય ત્યારે હું કરું છું એમ સાધુ કહે નહિ; કેમ કે કોઈક શારીરિક સ્થિતિ એવી થાય અને કાર્ય ન થઈ શકે તો મૃષાત્વ આદિ દોષોની પ્રાપ્તિ થાય પરંતુ નજીકમાં કરવાનું હોય તોપણ સ્પષ્ટતાપૂર્વક કહે કે આ કાર્ય કર્યા પછી હું તે કાર્ય કરવાનો અભિલાષ રાખુ અથવા કરવાની ઇચ્છા રાખું છું જેથી મૃષાભાષાની પ્રાપ્તિ થવાનો સંભવ રહે નહિ.
વળી અતીતકાળને આશ્રયીને તમારી સાથે હું આવેલો અને મેં આ કહેલું ઇત્યાદિ કથન પણ સ્પષ્ટ નિર્ણાત ન હોય તો કહે નહિ; કેમ કે સાંભળનારને સ્પષ્ટ હોય કે સાધુએ આ કહ્યું નથી તો તેને લાગે કે સાધુઓ મૃષા બોલનારા છે તેથી ત્રણે કાળવિષયક કોઈ શંકિતભાષા ક્યારેય બોલે નહિ.
વળી ઉત્સર્ગથી સાધુને નક્ષત્રાદિ યોગને ગૃહસ્થ આગળ કહેવાનો નિષેધ છે અર્થાત્ આ નક્ષત્રમાં આ પ્રકારનું કાર્ય થશે એ પ્રમાણે કહેવાનો નિષેધ છે, છતાં કોઈક લાભ થવાનો સંભવ હોય અર્થાત્ કોઈક યોગ્ય જીવને ધર્મની પ્રાપ્તિ થવાની સંભાવના હોય ત્યારે અપવાદથી એ પ્રકારે સાધુ કથન કરે ત્યારે પણ