________________
૯૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૭૭
વચનમાં પણ છે, તેથી અનભિગૃહીતભાષાના લક્ષણની અતિવ્યાપ્તિ છે–પ્રતિષેધ વચનમાં અતિવ્યાપ્તિ છે એમ ન કહેવું; કેમ કે પ્રકૃતિપ્રવૃત્તિના અપ્રતિબંધક એવા અવધારણનું શિષ્ય દ્વારા પ્રવૃત્તિના વિષયમાં પૃચ્છા કરાયેલા પ્રશ્નોરૂપ પ્રકૃતિપ્રવૃત્તિના અપ્રતિબંધક એવા અવધારણનું વિવક્ષિતપણું છે અનભિગૃહીતભાષાના લક્ષણ તરીકે વિવક્ષિતપણું છે, અને આનું ફળ=અભિગૃહીતભાષાનું ફળ, સર્વ કર્મમાં=પ્રશ્નના વિષયભૂત સર્વકૃત્યોમાં, તુલ્ય ફળના હેતુત્વનું પ્રતિસંધાન થવાને કારણે નિર્જરારૂપ તુલ્ય ફળના હેતુત્વનું પ્રતિસંધાન થવાને કારણે, પ્રથમ ઉપસ્થિતમાં જ ઝટિતિ પ્રવૃત્તિ છે પરંતુ અધિકની ઈચ્છાથીeતે અનેક કૃત્યોમાંથી કોઈ અવ્ય કૃત્યમાં અધિક નિર્જરા છે એ પ્રકારની ઈચ્છાથી, કર્માતરની સામગ્રીથી વિલંબને કારણે=પ્રથમ ઉપસ્થિત કાર્ય કરતાં પ્રશ્નના વિષયભૂત જે કર્મોત્તર તેની સામગ્રીથી વિલંબને કારણે, તેનો વિલંબ નથી કાર્યનો વિલંબ નથી, એ પ્રમાણે જાણવું.
આદેશાતરને કહે છેઅનભિગૃહીતભાષાના લક્ષણના વિષયમાં મતાન્તરને કહે છે, અથવા ડિત્યાદિક યદચ્છામાત્રમૂલકવચન અભિગૃહીતભાષા છે. આ મતમાં=આદેશાત્તરરૂપ મતમાં, પૂર્વમાં કહેલું વચન=અભિગૃહીતભાષાનું વચન, આજ્ઞાપતીવિશેષમાં જ જાણવું અર્થાત્ આજ્ઞાપનીભાષાના જ ભેદ વિશેષરૂપે તેને સ્વીકારવું અને આદેશાતરથી કહેવાયેલ લક્ષણને જ અનભિગૃહીતભાષા સ્વીકારવી. li૭૭ના ભાવાર્થ :(૮) અનભિગૃહીતભાષા :
કોઈ યોગ્ય શિષ્ય આપ્ત એવા ગુરુને અનેક કાર્યો વિષયક પૃચ્છા કરે કે આ સર્વકાર્યો મારા માટે કર્તવ્યરૂપે ઉપસ્થિત થયાં છે તેમાંથી કયું કાર્ય હું કરું જેથી અધિક નિર્જરારૂપ ફળની મને પ્રાપ્તિ થાય ? એ પ્રકારના વિવેકી શિષ્યના પ્રશ્નને જાણીને આપ્ત એવા ગુરુને જણાય કે આ સર્વ કાર્યમાંથી જે કોઈ કાર્ય આ શિષ્ય કરશે તેના દ્વારા તે શિષ્ય શુભભાવની વૃદ્ધિ દ્વારા સમાન નિર્જરાની પ્રાપ્તિ કરી શકે તેમ છે તેથી ગુરુને કોઈ પ્રતિનિયત કાર્યવિષયક પક્ષપાત કરવો ઉચિત નથી તેમ જણાવાથી જે તને પ્રતિભાસ થાય તે કાર્ય તું કર, એ પ્રકારના ગુરુના પ્રતિવચનમાં કોઈ નિયત કાર્યનું નિર્ધારણ નહિ હોવાથી ગુરુ દ્વારા બોલાયેલી તે ભાષા અનભિગૃહીતભાષા છે.
અહીં પ્રશ્ન થાય કે કોઈ શિષ્ય અનેક કાર્યોની પૃચ્છા કરી હોય અને ગુરુને જણાય કે આ સર્વકાર્યમાંથી કોઈ કાર્યથી શિષ્યનું હિત થાય તેમ નથી પરંતુ પૃચ્છાના વિષયભૂત કોઈ અન્ય કાર્યથી જ તેનું હિત થાય તેમ છે ત્યારે શિષ્ય પૂછેલા સર્વકાર્યોનો નિષેધ કરીને કોઈ અન્ય જે કાર્ય કરવાનું કહે તે વખતે ગુરુના પ્રતિષેધ વચનમાં સર્વનો નિષેધ હોવાથી કોઈ એકતરનું અવધારણ નથી માટે અનભિગૃહીતભાષાનું લક્ષણ ગુરુના તે પ્રતિષેધ વચનમાં પ્રાપ્ત થશે તેથી અલક્ષ્યમાં લક્ષ્યની અતિવ્યાપ્તિ થશે. આ પ્રકારના દોષના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
અતિવ્યાપ્તિદોષ છે એમ ન કહેવું; કેમ કે એકતરનું અનવધારણ પ્રકૃતિપ્રવૃત્તિના અપ્રતિબંધકરૂપે હોય