________________
૩૦૦
શ્રાદ્દગુણ વિવરણ અહિ લેકિક કથા કહે છે–પૂર્વ શ્રી રામના રાજ્યમાં એક વખતે રાજમાર્ગમાં કે શ્વાન બેઠે હતું, તેને કેઈ બ્રાહ્મણના પુત્રે કાન ઉપર પથ્થર માર્યો. રૂધિર નીકળતે શ્વાન ન્યાયના સ્થાનમાં જઈ બેઠે. રાજાએ (રામે) તેને બેલાવીને પુછયું એટલે તે શ્વાન બોલ્યો કે “મને નિરપરાધીને તે બ્રહ્મપુત્ર શામાટે માર્યો?” પછી તેને મારનાર બ્રહ્મપુત્રને ન્યાયસ્થાનમાં બેલાવી રાજાએ તેને કહ્યું, તને મારનાર આ બ્રહ્મપુત્ર છે? બેલ, એને શું દંડ કરીએ? કુતરાએ કહ્યું કે “આ નગરમાં શંકરના મઠના અધિપતિ તરીકે નિજન કરે” રાજાએ પૂછ્યું, “આ દંડ કે કહેવાય ત્યારે કુતરાએ ફરીથી કહ્યું, “હું આ ભવથી સાત ભવ પહેલાં નિરંતર શંકરની પૂજા કરી દેવદ્રવ્યના ભયથી મહારા બન્ને હાથને ઈ ભજન કરતે હતે. એક વખતે શંકરના લિંગમાં ભરવા માટે લોકોનું ભેટ કરેલું કઠિન થી તેને વેચતાં તે કઠણ હોવાથી મહારા નખની અંદર ભરાઈ ગયું, તે ઉષ્ણ ભજનથી ગળી ગયું અને અજાણપણુએ મહારાથી તેનું ભક્ષણ કરાયું. તે દુષ્ટ કર્મથી હું સાત વખત કુતરે થયે છું ! હે રાજન ! આ સાતમા ભાવમાં મને જાતિ સ્મૃતિ જ્ઞાન થયું છે, અને હમણાં તમારા પ્રભાવથી મને મનુષ્ય સંબધી વાણુ ઉત્પન્ન થઈ છે. એવી રીતે અજ્ઞાનથી ભક્ષણ કરેલું દેવદ્રવ્ય દુઃખનું કારણ થાય છે. આ કારણથી વિવેકી પુરૂએ તે દ્રવ્યનું પિતાની શક્તિ અનુસાર રક્ષણ કરવું. પંડિત પુરૂ ઝેરને ઝેર કહેતા નથી, પરંતુ દેવદ્રવ્યને ઝેર કહે છે. “વિષ ભક્ષણ કરનાર એકને જ હણે છે, અને દેવદ્રવ્ય પુત્ર તથા પુત્રના પુત્રને હણે છે” એમ ઋતિકાર કહે છે.
અહિં કોઈ એમ શંકા કરે કે “જે એવી રીતે વ્યવહારને નિષેધ કરશે તે ગૃહસ્થને દ્રવ્યની પ્રાપ્તિ જ નહીં થાય, અને પછી આજીવિકાને વ્યવછેર થતાં ધમને હેતુભૂત ચિત્ત સમાધિને લાભ કેવી રીતે થશે ?' એવી આશંકા કરી કહે છે,
ન્યાય એજ અર્થની પ્રાપ્તિમાં ઉત્કૃષ્ટ રહસ્ય છે, અને ન્યાય એજ પરમાર્થથી દ્રવ્ય ઉપાર્જન કરવાના ઉપાયનું તાત્પર્ય છે. જેમ દેડકાઓ જળાશયમાં આવે છે, અને પક્ષીઓ સરોવરના પૂરમાં આવે છે તેમ શુભકર્મને વશ થયેલી સર્વ પ્રકારની સંપત્તિઓ સારા કર્મવાળા પુરૂષોની પાસે આવે છે. તેવી જ રીતે કહ્યું છે કે" नोदवानर्थितामेति, न चांनोनिन पूर्यते ।
आत्मा तु पात्रतां नेयः, पात्रमायांति संपदः ॥॥"