________________
વર્ષગાંઠ જેઠ શુદ૭ નારોજ દરવર્ષે સ્વામીવાત્સલ્ય તેઓના તરફથી થાય તેને માટે રૂ. ૭૫૦)ની રકમ આ સભાને ભેટ કરી હતી જે રૂપૈયાના વ્યાજમાંથી અને તુટતા રૂપૈયાનું ફંડ કરી કાયમ તે પ્રમાણે સ્વામીવાત્સલ્ય થાય છે. વળી આ શુભ કાર્યની નિશાની કાયમ જળવાઈ રહે તેને માટે રૂ. ૧૦૦૦)ની એક રકમ જૈન ગ્રંથે પ્રસિદ્ધ કરવાને આ સભાને તેઓએ ભેટ કરી છે, જેમાંથી ઉત્તરોતર વોરા હઠીસંગભાઈના નામની સીરીઝ તરીકે ગ્રંથો આ સભા તરફથી પ્રસિદ્ધ થશે જેમાં પ્રથમ પુષ્પ-ગ્રંથ પુસ્તક તરિકે આ શ્રાદ્ધગુણવિવરણ ભાષાંતરને ગ્રંથ છે.
આ શહેરમાં સાધ્વીજી મહારાજના ઉપાશ્રયને માટે સગવડતાવાળું સ્થાન બરાબર નહોતું તેથી શ્રી સંઘની માલકીનું ઠાકર મહેતાની મેડીના નામથી ઓળખાતું મકાન નવેસરથી ચણી એક સુંદર બીલ્ડીંગ કરવામાં આવ્યું, જે સાધ્વીજી મહારાજના ઉપયોગ માટે લેવાનું નક્કી થતાં તેમાં વેરા હઠીસંગભાઈએ રૂા. ૩૨૫૧) શ્રી સંઘને આપીને ઉપાશ્રય શ્રી સંઘને અર્પણ કર્યો છે અને તે ઉપાશ્રયને વેરા હઠીસંગભાઇની પત્ની દીવાળીબાઈ તથા મેતીબાઈ ઉપાશ્રય એમ શ્રી સંઘના તરફથી નામ આપવામાં આવેલ છે.
આ છઠ્ઠી કોન્ફરન્સના મેળાવડા વખતે અત્રેના શ્રી સંઘ તરફથી આ કોન્ફરન્સને વોરા હઠીસંગભાઇને આદેશ આપવામાં આવ્યો તે વખતે એકત્ર થયેલ શ્રી સંધ સમસ્ત અત્રેના શ્રી સંધ તરફથી કાયમના માટેનું એકનિરાશ્રિત ફંડ ખોલવામાં આવ્યું હતું જેમાં રૂ. ૨૫૦૦) ની રકમ તે ફંડમાં વેરા હઠીસંગભાઇએ ભરવાથી તેમજ આ કોન્ફરન્સને તમામ ખર્ચ તે આપતા હેવાથી અત્રેના શ્રી સંધ તરફથી સદરહુ ફંડનું નામ પણ “વેરા હઠીસંગ ઝવેરચંદ શ્રી જેનનિરાશ્રીત ફંડ” એમ રાખવામાં આવ્યું હતું અને અહીંના બીજા મુખ્ય મુખ્ય કેટલાક આગેવાનોએ પણ સારી રકમ ભરી હતી. પરંતુ અત્રેના આગેવાનોએ અત્યાર સુધી તે ખાતું ખોલ્યું નહી તેને માટે પ્રયાસ કાંઈ પણ કર્યો નહીં, પોતે ભરેલી રકમ આપી નહીં અને વેરા હઠીસંગભાઈએ ભરેલી રકમ આપવા અને કુંડ શરૂ કરવા અનેક વખત આગેવાનને કહ્યા છતાં તે પણ લીધી નહીં તે વખતે થયેલું ફંડ માત્ર કાગળ ઉપર લખેલું જ અત્યાર સુધી પડી રહ્યું છે.
વેરા હઠીસંગભાઈ અત્યારે ભાવનગર શહેરમાં સંઘના અગ્રેસર ગણાય છે, સંધના દરેક કાર્યમાં તેમની સલાહ લેવાય છે. તેમનું હૃદયનિર્મળ છે. છળ,કપટ પિતે સમજતા નથી અને તેનાથી દુર રહે છે. જો કે તેઓ ઉંચી જાતીની ધામક કે વહેવારીક કેલવણી મેળવી શકયા નથી તથાપિ કુટુંબના ધર્મના સંસ્કારને લઈને તેઓ ધાર્મિક કાર્યોને ચાહે છે અને પ્રસંગે પ્રસંગે તેને માટે ઉદારતા બતાવે છે. વળી સાથે પોતાની કેમની ઉન્નતિ કરવામાં તેઓ સારી ઈચ્છા ધરાવે છે અને અનેક ધર્મના કાર્યોમાં પ્રસંગે પ્રસંગે મળેલી લક્ષ્મીને સદ્વ્યય કરે છે.
મનુષ્ય માત્રમાં ઘણે ભાગે ગુણ અને દોષ બંને હોય છે, પરંતુ સજજન મનુષ્યો હમેશાં ગુણ ગ્રાહી હોય છે. જેથી કોઈ પણ વ્યક્તિમાં જે જે ગુણો હોય તેનું અનુકરણ અને પક્ષપાત કરવો એ દરેક મધ્યનું કર્તવ્ય છે. વેરા હઠીસંગભાઈનું આ જન્મવૃતાંત સંક્ષિપ્તથી આપવામાં આવ્યું છે, પરંતુ હવે પછી તેઓ આ કરતાં પણ વધારે સારા ધર્મના કાર્યો કરી વધારે ગુણ સંપાદન કરી પોતાને મળેલ લક્ષ્મીને સમાગે વ્યય કરી વધારે યશ મેળવે, એવું ઈચ્છીયે છીયે.
પ્રકાશક,