________________
ચતુશિત ગુણવર્ણન,
૨૩૧ મળે છે કે ધનની વાત પિતા જાણે. પુત્ર તે સઘળું લખેલું જાણે. એ પ્રમાણે તે પુરૂષનું દડાની પેઠે ઘણુ કાળ સુધી ગમનાગમન થાય છે. આ પ્રમાણે રાજકુળમાં અને વ્યાપારમાં વાણીએ મરણ પામે છે, પરંતુ ધનને લેશ પણું આપતું નથી, તેમજ નીચે લખ્યા પ્રમાણે વિચાર પણ કરતા નથી.
દ્રવ્ય કેને પ્રિય હેતું નથી? દ્રવ્યથી કોનું હદય ભાતું નથી ? પરંતુ યશરૂ૫ ધનમાં લુબ્ધ થયેલા પુરૂષે દુષ્ટ કાર્યોથી દ્રવ્યની ઈચ્છા રાખતા નથી. જે પુરૂષે પિતાના શ્રેષ્ઠ આચારને ત્યાગ કરી, કુટિલ બુદ્ધિથી બીજાને ઠગે છે તે મૂઢમતિએ પુણ્ય વગરના પિતાના આત્માને જ ઠગે છે. ઘણે ખેદ છે કે દ્રવ્યના અથી ડાહા પુરૂષે પણ શું કરતા નથી? અર્થાત્ ન કરવાનાં સઘળાં કાર્યો કરે છે. નીચ પુરૂષની ઘણુ કાળ સુધી ખુશામત કરે છે. શત્રુને પણ પ્રણામ કરે છે. નિર્ગુણી પુરૂષનું ઉચ્ચ ગુણગાન કરે છે. પરેપકારને ભૂલી જનાર કૃતઘ પુરૂષની સેવા કરવામાં પણ લેશ માત્ર ખેદ અનુભવતા નથી. દ્રવ્યના ખરચની શંકાથી મિત્રને વિષે પ્રીતિ પ્રગટ કરતે નથી. બદલે આપ પડશે એવા કારણથી ભય પામેલે સેવાથી ગ્રહણ થતું નથી. અર્થાત્ સેવા કરાવતો નથી, હારી પાસે દ્રવ્ય માગશે એવી બુદ્ધિથી અસત્ય ભાષણ કરે છે અને સ્તુતિ કરવાથી પણ ખુશી થતું નથી, તે લક્ષમીને ખરચ કરવાના વ્યતિકરથી ત્રાસ પામેલે કૃપણ કેવી રીતે છવિ શકે? મોટા લાભથી પણ લેભ પરાભવ પામતે નથી, કારણ કે જે માત્રાથી અધિક હોય તે માત્રાહિનથી કેવી રીતે જીતી શકાય?
અત્યંત આગ્રહનો ત્યાગ નહી કરે અથવા તે વ્યાજબી કહેલું ગ્રહણ ન કરવું તેને માન કહે છે. તત્ત્વતત્વને વિચાર નહી કરનાર કદાગ્રહી પુરૂષની દુર્યોધન વિગેરેની પેઠે આ માન ઘણી ખરાબી કરે છે માટે માન શત્રુના સંસર્ગથી દૂર રહેવું જોઈએ. કહ્યું છે કે – आग्रही बत निनीषति युक्तिं तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशम् ॥१॥
શબ્દાર્થ:- જે આગ્રહી પુરૂષની મતિ જે ઠેકાણે રહેલી હોય તે ઠેકાણે આગ્રહી પુરૂષ યુકિતને લઈ જવાને ઇચ્છે છે. પરંતુ પક્ષપાત રહિત પુરૂષની મતિ તે જે ઠેકાણે યુતિ હોય છે તે ઠેકાણે વાસ કરે છે. અર્થાત આગ્રહી પુરૂષને જે પદાર્થમાં આગ્રહ થયો હોય, ત્યાં યુકિતને બલાત્કારથી પણ બંધ બેસાડે છે. અને અપક્ષપાતી પુરૂષ તો જે વસ્તુસ્વરૂપ યુક્તિ પુરસ્સર હોય ત્યાં પતિને લઈ જાય છે. વળી–