________________
રિત થશવાન. તેની સઘળી આંગળીઓ બળી જવાને લીધે આ વખતે ઘણોજ બળે છે તે પણ અત્યંત સ્થિર ચિત્તવાળા રાજાના સર્વોત્તમ સાહસથી તેમજ તેની ઉપમારહિત ઔદાર્યતાની લીલાથી હૃદયમાં પ્રસન્ન થએલો અને અતુલ્ય વાત્સલ્ય કરવામાં ક૫વૃક્ષ સમાન રામશેખરદેવ પ્રકટ થઈ બે કે –“હે પ્રજાપ્રિય! ઘણું કરીને છમહિના સુધી ઉપાસના કરનાર એવા કેઈએક સાધક પુરૂષને પણ જ્યારે આ ગુટિકા આપતા જ નથી ત્યારે મેં તને એક દિવસમાં બે ગુટિકાઓ અર્પણ કરી પરંતુ તે ઉત્તમપુરૂષ! તેં તો તે બે ગુટિકાઓ લીલા માત્રમાંજ બીજાઓને આપી દીધી, માટે હે ધીરપુરૂષની ધૂરાને ધારણ કરનાર શ્રેષ્ઠ પુરૂષ ! હારી ઔદાર્યતાની
સ્તીને પ્રકાશ આશ્ચર્યજનક છે તેથી હું હારી ઉપર તુષ્ટ થયે છું માટે જે તને ઈષ્ટ હોય તે કહી દે એટલે તે હું કરી દઉં.દેવનાં આવા વચને સાંભળી વિનયથી નમી પડેલા રાજાએ કહ્યું કે–“તું જગતને પૂજનિક દેવ ક્યાં? અને તૃણ જે હું કયાં? અર્થાત્ હારી અને હારી બરાબરી થઈ શકે જ નહીં પરંતુ હારા દર્શન નથી મહારે આ જન્મ સફળ થયે છે તે પણ હે સ્વામિન્ ! હારી એક પ્રાર્થના સફળ કરવાને તું યેગ્ય છે અને હમેશાં ત્યારે શરણે આવેલા મનુઑનું મનવાંચ્છિત પૂર્ણ કરવામાં કામકુંભ જે તુંજ પ્રસિદ્ધ થયેલ છે. તે માટે હે વિબુધ! જલદી પ્રસન્ન થઈમ્હારી સેવાથી આ લોકોની કામના પૂર્ણ કર.” એવી રાજાની પ્રાર્થનાથી ખુશી થએલા તે રામશેખર દેવે તે લોકોને અને રાજાઓને એકદમ ગુટિકાઓ આ પીને વિસર્જન કર્યો. ભરતરાજા પણ દેવથી મેળવેલી ગુટિકાને લઈ વળી વિનયપૂર્વક રામશેખરદેવને નમસ્કાર કરી કૃતાર્થ થએલો, પવિત્ર મનવાળા અને વિશાળ બુદ્ધિવાળો રાજા આકાશ માર્ગથી જતાં મહારાષ્ટ્રદેશમાં અલંકારરૂપ સ્કિપુર નામના નગર પ્રત્યે પ્રાપ્ત થયું. તે નગરના ઉદ્યાનમાં ભવ્ય પ્રાણીઓના સમૂહને ધર્મમાર્ગ ને ઉપદેશ કરતા, આત્મરમણુતામાં પ્રીતિ કરનારા મુનીદ્રાથી સેવા કરાતા પ્રકાશ કરનાર ઉત્તમજ્ઞાન યુક્ત, રેગરહિત, સંપૂર્ણ પાપોને નાશ કરનાર અને વેગળે રહેલા સૂરીશ્વરને તે ભરતરાજાએ હર્ષપૂર્વક જોયા. ત્યારબાદ કુતૂડળથી તે સ્થાનમાં જઈ પ્રાણુઓને આધારભૂત, સારા વિચાર કરનાર અને પ્રકૃતિથી ભદ્રકપરિકૃતિવાળા તે રાજાએ સૂરિને નમસ્કાર કરી ઉચિત સ્થાનમાં બેઠા. તે અવસરે વિસ્મય થએલા ઘણું લોકની લાઘા યુક્ત સુરીશ્વરે પણ રાજાને ઉચિત ઉપદેશ આપે તે આ પ્રમાણે છે – चिन्तारत्नं मणीनामिव दिविजकरी सिन्धुराणां ग्रहाणा
मिन्दुः कल्लोलिनीनां सुरसरिदमरक्ष्माधरः पर्वतानाम्।