________________
ત્રિશતગુણ વર્ણન. પરંતુ કદી પણ પોતાની પ્રતિજ્ઞાને ભગ કરતા નથી, ૨ વળી કહ્યું છે કે –
लज्जालुओ अकज्जं वज्जइ दूरेण जेण तणुअंपि ।
आयरइ सयायारं न मुयइ अंगीकयं कह वि ॥३॥... શબ્દાર્થ –-આ હેતુથી લજજાળ પુરૂષ અતિ સ્વલ્પ અકાથને પણ દૂરથી જ ત્યાગ કરે છે, સદાચારનું પ્રતિપાલન કરે છે અને કેઈ પણ પ્રકારે અંગીકાર કરેલું છોડતો નથી, છે ૩તે માટે કહ્યું છે કે
दूरे ता अन्नजणो अंगे च्चिय जाइं पंच भूयाइं । तेसिपि य लज्जिज्जइ पारद्धं परिहरंतेहिं ॥४॥ શબ્દાર્થ – અન્ય પુરૂષથી શરમાવું તે દૂર રહ્યું, પણ શરીરમાંજ જે પાંચ ભૂતે છે તેનાથી પણ પ્રારંભ કરેલાને ત્યાગ કરનાર લજજા પુરૂષ લજજા પામે છે. ૪ જેમ શ્રીમાન આઅડદેવને લજજા પ્રાપ્ત થઈ હતી તેનું ઉદાહરણ નીચે બતાવ્યા પ્રમાણે છે.
અણહિલ્લપુર પાટણમાં સર્વ કાર્યોને અવસર છે જેમાં એવી સભામાં બેઠેલા સૈલુક્ય ચક્રવત્તી શ્રીકુમારપાળ રાજાએ કઈવખત કોંકણદેશના મલ્લિકાજુનરાજાનું ભાટ દ્વારા કહેવાતું “રાજપિતામહ’ એવું બીરૂદ સાંભળ્યું અને તે સહન નહી થવાથી સભાને નિહાળતાં રાજાના અંતઃકરણને જાણનાર આંબડદેવ મંત્રિએ દેખાડેલા કરસંપુટને જોઈ ચમત્કાર પામેલા રાજાએ સભાવિસર્જ કર્યાબાદ અંજલિબંધ કરવાનું કારણ પુછતાં મંત્રિએ વિજ્ઞપ્તિ કરી કે–આ સભામાં કેઈ તેવા પ્રકારને સુભટ છે કે જેને મેકલી આ મિથ્યાભિમાની અને નૃપાભાસ રાજાને ગર્વ ઉતારી શકીયે. એવા પ્રકારના તમારા આશયને જાણનાર અને તમારા હુકમને ઉઠાવવા સમર્થ હોવાથી મેં અંજલિબંધ કર્યો હતો. એવા પ્રકારની તેની વિજ્ઞપ્તિ સાંભળ્યા પછી તરતજ તે રાજા તરફ પ્રયાણ કરવા માટે સેનાને નાયક કરી અને પાંચ અંગને પહેરામણ આપી સમસ્ત સામતોની સાથે આનંદવને વિસર્જન કર્યો. પછી તે આંબડદેવ અવિચ્છિન્ન પ્રયાણ કરી કુંકણદેશને પ્રાપ્ત થઈ દુર્વારિ પાણીના પૂરવાળી કલંબિણી નામની નદીને ઉતરી સામેના કિનારા ઉપર પડાવ નાંખે છે અને હજુસુધી તે આંબડદેવ લડવાને સજ્જ થયે નથી એમ વિચાર કરી મલ્લિકાર્જુને તેના ઉપર એકદમ ઓચિંતે હલ્લો લાવી તેના સૈન્યને નસાડી મુક્યું. મલ્લિકાર્જુનથી પરાભવ પામેલો શ્યામવદન, કાળાં વસ્ત્ર, કાળું છત્ર, કાળા અલંકાર અને કાળા મુકટને ધારણ કરનાર તે આંબડદેવ નામને સેનાધિપતિ પાટણશહેરની નજીકમાં કૃષ્ણમૂઢશહેર નામના સ્થાન વિશે આવી રહ્યો. રાજા