________________
અષ્ટવિસતિગુણુ વર્ણન.
૧૮૯ ઉભો રહ્યો. એટલે રાજા નીચે ઉતર્યો. બબર મધ્યાન્હ વખતે તુષાથી પિડિત થએલા રાજાએ પાણીની તપાસ કરતાં એક ભિલને જોઈ મંદ સ્વરથી કહ્યું કે હે ભિલૂ! તુષાથી પિડિત થએલા અને પાણી દેખાડ. ભિલ્લ પણ રાજાની આકૃતિથી વિસ્મય પામેલો પ્રણામ કરી છે કે હે રાજન્ ! હું જ્યાં સુધીમાં પાણી લાવું છું ત્યાં સુધીમાં તૃષાને દૂર કરનાર આ ક્ષીરામલકને મુખમાં રાખે. એમ કહી પતે પાણી લેવા ગયે. રાજા પણ એક વૃક્ષની છાયાને આશ્રય લઈ વિચાર કરવા લાગે કે આ ભિલ્લનું પપકારપણું કેવું આશ્ચર્યજનક છે? આ ઉપકાર કરનાર ભિલુનું શું કાર્ય કરી તેમજ શું આપીને એના કરજથી મુક્ત થઈશ, એવો વિચાર કરે છે તેટલામાં તે ભિલ્લ કમલિનીના પડીયામાં પાછું લઈને આવી પહેર્યો અને તેણે હાથ પગ અને મુંબનું શેચ કરાવ્યું. તે પછી પવિત્ર, નિર્મળ અને શીતળ જળથી રાજાને ધીરજ આપી. જેટલામાં રાજા ભિલને કાંઈક કહેવા જાય છે તેટલામાં પછવાડે રહેલું સૈન્ય આવી પહોંચ્યું. આ વખતે રાજાને જોઈ સઘળાઓને આનંદ પ્રાપ્ત થયો. રાજાએ તેઓની આગળ પ્રથમની સઘળી હકીક્ત કહી સંભળાવી અને વિશેષમાં કહ્યું કે તેવા અણીના વખતમાં આ ભિલે આપેલા ક્ષીરામલકની બરોબરી કરવામાં મ્હારૂં સપ્તાંગ રાજ્ય પણું સમર્થ નથી, તે પણું હાથી ઉપર બેસાડી આ ભિલ્લને નગરમાં પહોંચાડે. રાજા પણ મહેટા મહત્સવ પૂર્વક નગરમાં પ્રાપ્ત થશે, ત્યાં તે ભિશ્વને તેલમર્દન, સ્નાન, વિલેપન વિગેરેથી ઘણે સત્કાર કર્યો. અને ઘણા કાળ સુધી પોતાની પાસે સુખમાં રાખે. કેઈ વખતે વર્ષાકાળમાં વનનું સ્મરણ થવાથી તે ભિન્ન ત્યાં જવા ઉત્સુક થયે. તેણે અનેકવાર સમજાવ્યું પણ જ્યારે તે રહેવાને કબુલ ન થયે ત્યારે રાજાએ સાથે જઈ ભિલ્લનું નગર સ્થાપન કરી રાજ્યાભિષેક પૂર્વક તે ભિલ્લને રાજગાદી ઉપર બેસાડો. અને પ્રથમ આપેલા હાથી ઘોડા વિગેરે સઘળું તેને અર્પણ કર્યું, એ પ્રમાણે કૃતાર્થ થઈ રાજા પિતાના નગરમાં પ્રાપ્ત થયે. કેટલાક કાળે તે ભિલ્લ રાજા પણ મહા પ્રતાપી થયે. આ દુનિયામાં ઉત્તમ પુરૂષોના ઉપકારનું માહાસ્ય કયે પુરૂષ વર્ણન કરવાને સમર્થ થઈ શકે? કઈ પણ નહીં.
ખરી રીતે તે તે કૃતજ્ઞ કહી શકાય કે જે ધર્મ પ્રત્યે ઉપકારક છે. ધર્મ પ્રત્યેને ઉપકાર તે ધર્મ સંબંધી વિરૂદ્ધને ત્યાગ કરવાથી થાય છે. તે ધર્મ વિરૂદ્ધ પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે છે.
આસવદ્વારમાં પ્રવૃત્તિ, ધર્મકાર્ય કરવામાં અનાદર, મુનિઓ ઉપર દ્વેષ, દેવદ્રવ્યને ઉપભેગ, જિનશાસનું ઉપહાસ, સાધ્વીઓને સંગ કરવામાં સાહસિકપણું, કૌલાચાર્ય (શાતિક) ના ઉપદેશમાં રૂચી, વિરતિને ત્યાગ, ગુરૂ, સ્વામી, ધાર્મિક સુખી, સ્વજન, યુવતિ અને વિશ્વાસને ઠગવાને પ્રયત્ન, બીજાની સમૃદ્ધિ જોઈ અ