________________
અષ્ટવિંશતિગુણ વર્ણન.
૧૮૭ શમાં વેલડી ફેલાતી નથી, તેમ ઘણે ઉપકાર કર્યા છતાં પણ ખેલ પુરૂષમાં મિત્રતા ટકી શકતી નથી. ૩
અહીં તાત્પર્ય એ છે કે, કૃતને ઘણા પ્રકારની આપત્તિમાંથી બચાવ્યો હોય, પૈસાની મદદ કરી હોય આ લોક અને પરલોકના હિત માટે હિતશિક્ષા આપી હોય, એ સિવાય ઘણે ઉપકાર કર્યો હોય, છતાં ઉપકાર કરનારને બદલે વાળ તે દૂર રહ્યો પણ તેનાં છિદ્રો જોઈ તેના ઉપર આપત્તિ લાવવામાં પણ ચુક્તિ નથી. કૂતરે તે એક વખત જેનું અન્ન ખાય છે તેના ઘરની ચાકી ભરે છે, કેઈ અજાણ્યા માણસને ઘરમાં દાખલ થવા દેતા નથી, ચેરેથી પણ બચાવ કરે છે તેથી જ ગ્રંથકારે કૃતધ્વને કૂતરાની બરોબરી કરવાને લાયક પણ ગણ્યા નથી અને તે વાસ્તવીક છે.
આ લોકમાં ઉપકારને ઓળવનાર, ઉપકારને જાણનાર, ઉપકારને બદલે વાળનાર અને કારણુ શિવાય ઉપકાર કરનાર એમ ચાર પ્રકારના પુરૂષો હોય છે. તે માટે કહ્યું છે કે–– अकृतज्ञा असंख्याताः संख्याताः कृतवेदिनः । તોપરિવાર સત્તાવાર હિત્ર નો પરિપઃ છા नहि मे पर्वता भारा न मे भाराश्च सागराः । कृतघ्नाश्च महाभारा भारा विश्वासघातकाः ॥५॥ इहोषरक्षेत्र शरीर शैलतुलां कृतघ्नाः कलयन्ति शश्वत् । सुक्षेत्रनेत्राद्भुतशुक्तिधेनुसमाः कृतज्ञाः प्रथिताः पृथिव्याम् ॥६॥
શબ્દાર્થ –કૃત ગણત્રી વિનાના, કૃત ગણત્રીમાં આવી શકે તેટલા, ઉપકારને બદલે વાળનારા થડા અને પિતાની મેળે ઉપકાર કરનારા બે ત્રણ હોય છે. જ પૃથિવી કહે છે કે, મને પર્વતો કે સમુદ્રનો બોજો નથી, પરંતુ કૃતને અને વિશ્વાસઘાતકે મોટા બજારૂપ છે. જે ૫ આ દુનીયામાં કૃતને હમેશાં ઉખરક્ષેત્ર, શરીર અને પર્વતની બરાબરીમાં મુકાય છે અને કૃતજ્ઞ શ્રેષક્ષેત્ર, ચક્ષુ, આશ્ચર્યકારી છીપ અને તત્કાળ પ્રસૂત ગાય જેવા દુનીયામાં પ્રસિદ્ધ છે. ૬
આલેકને તાત્પર્ય એ છે કે, જેમ પાણી પવન તાપ વિગેરે અનુકુળ સામગ્રીને જેગ મળ્યા છતાં ઉમરભૂમિમાં વાવેલું ઉત્તમ બીજ નિષ્ફળ જાય છે અને ખેતી કરવા રૂપ કષ્ટ શિવાય કાંઈ પ્રાપ્ત થતું નથી, તેમ કૃતન પુરૂષને સંપુર્ણ સામગ્રી મળ્યાં છતાં હિત બુદ્ધિથી તેનામાં આપણે કરેલા તત્ત્વાદિ વિચારે નિષ્ફળ થાય છે. વળી જેમ શરીરનું નિરંતર નાના પ્રકારની વસ્તુઓથી ગમે તેટલું