________________
^
^
^
૧
૧
સપ્તવિંશતિગુણ વન. * ૧૮૫ શકાય છે. માટે તેના ચિંતન કરવારૂપ સમાધિમાં તત્પર થા. એટલે રત્નાધિષ્ઠાત્રી દેવતા પતેજ નિશ્ચય કહેશે. આ વાત સાંભળી સાગરદત્ત પણ ત્રણ ઉપવાસ કરી ધ્યાનારૂઢ થયો. તેના દ્રઢ નિશ્ચયથી ખેંચાયેલી શાસનદેવીએ જિનપ્રતિમા સ્થાપન કરવા માટે કહ્યું. હર્ષ પૂર્વક સાગરદત્તે તેની માંગણી કરી. દેવીએ ભગવાન પાશ્વનાથ સ્વામિની સુવર્ણમય પ્રતિમા અર્પણ કરી. કાળક્રમે મુનિનો ત્યાગ મળતાં તેણે પ્રશ્ન કર્યો કે આ પ્રતિમા કોની છે? મુનિ તરફથી જવાબ મળ્યો કે વિતરાગની પ્રતિમા છે. સાગરદત્તે ફરી પૂછયું કે તે ક્યાં છે? મુનિઓએ જણાવ્યું કે તે jડવર્ધન દેશમાં છે. આ વાત સાંભળી સાગરદત્ત ત્યાં ગયા. તે વખતે કેવળજ્ઞાનના પ્રકાશથી સાક્ષાત્ સૂર્ય રૂપ શ્રી પાર્શ્વનાથ સ્વામીને સમવસરણુમાં બેઠેલા જોઈ તેણે દ્રવ્ય અને ભાવથી પ્રણામ કર્યા. પછી તેણે દેવના સ્વરૂપની પૃચ્છા કરી. તે અવસરે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપ દ્વારા ભગવાન્ જે જે પ્રકારે દેવનું સ્વરૂપ કહી બતાવે છે, તે તે પ્રકારે વિશેષપણે નિશ્ચયમાં પરાયણ ' થઈ તેણે વિતરાગને દેવપણે જાણ્યા, અને તત્વવૃત્તિથી વીતરાગમાં રૂચિ પ્રગટ થઈ.
लोगुत्तरा खु एए, भावा लोगुत्तराण सत्ताण । पडिभासते सम्मं, इब्भाण व जच्चरयणगुणे ॥१०॥ શબ્દાર્થ –જેમ જાતિવાળા રત્નના ગુણની પરિક્ષા ઝવેરી સિવાય બીજાને હેતી નથી, તેમ જે જે અસાધારણ ગુણ લકત્તર પદાર્થો હોય છે તેનું લકત્તર પ્રાણુઓને સમ્યક પ્રકારે ભાન થાય છે.
ત્યારબાદ તેણે રત્નોથી મંદિર કરાવ્યું અને તેમાં પાશ્વનાથસ્વામિની પ્રતિમા સ્થાપના કરી. હમેશાં ત્રણ વખત પૂજા કરતાં તેને કર્મરાશી નાશ પામ્યો. એ પ્રમાણે દરેક વસ્તુની ખાત્રી કરવા રૂપ માત્ર એક વિશેષજ્ઞ ગુણથી છેવટે ચારિત્ર ગ્રહણ કરી વિશેષ ક્રિયામાં તત્પર થઈ અનુક્રમે કેવળજ્ઞાન પામી ક્ષે ગયે.
હવે ગ્રંથકાર ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશ દ્વારા ફળ બતાવે છે-- एवविधान् विशेषान् यो विज्ञायात्र प्रवर्तते । स धर्म योग्यतामात्मन्यारोपयति सत्तमः ॥११॥ શબ્દાર્થ –ઉપર જણાવેલા વિશે જાણી જે પુરૂષ તેમાં અહીં પ્રવૃત્તિ કરે છે; તે જનશિરમણ પિતાના આત્મામાં ધમની યોગ્યતાને આરેપણ કરે છે.૧૧
| રિ રવિરત્તિતમ પુર
૨૪