________________
સવિશતિ ગુણ વર્ણન.
૧૮૩ તામ્રલિપ્તી નામની નગરીમાં સાગરદત્ત નામને તમામ વિષયમાં ઉંડે ઉતરી વિશેષ નિશ્ચય કરનારે એક વણિક વસતો હતે. તે જાતિસ્મરણ જ્ઞાનને લીધે સ્ત્રીમાં વિરક્ત હોવાથી પરણવા ઈચ્છતો ન હતો. અને તે પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતે. પુરૂષાંતરમાં આસક્ત થએલી તેની સ્ત્રીના ઝેર દેવાથી મૂછિત થએલાને આ મરી ગયે છે, એમ ધારી તે કુલટાએ બહાર ફેંકી દીધે, પરંતુ કેઈ ગોવાલણએ રહેમ લાવી તેને જીવાડશે. ત્યારબાદ તે બ્રાહ્મણ વૈરાગ્યથી પ્રેરાઈ તાપસ થઈ મરણ પામ્યો અને તે અહીં સાગરદત્તપણે ઉત્પન્ન થયા. તે વાલણ પણ લૌકિક ધર્મ એટલે દુનિયામાં પ્રસિદ્ધ સ્થૂલ ધર્મના નિયમમાં અનુરાગ ધરાવતી કાળક્રમે મરણ પામી, તામ્રલિપ્તી નગરીમાં વ્યાપારીની પુત્રી રૂપે ઉત્પન્ન થઈ. એક વખત માર્ગમાં તેને જોઈ સાગરદત્તની દ્રષ્ટિને કાંઈક આનંદ થયે. તેના માતાપિતાએ તેના આ અભિપ્રાયને સમજી લઈ સાગરદત્તને તેણીની સાથે પરણાવ્યું. પરંતુ સાગરદત્તના અંતઃકરણમાં હર્ષને સ્થાન મળ્યું નહીં. તે વ્યવહારીની પુત્રીએ બુદ્ધિના બળથી કલ્પી લીધું કે આ મહારે સ્વામી ખરેખર જાતિસ્મરણ જ્ઞાન ધરાવે છે અને તે પૂર્વજન્મમાં કઈ સ્ત્રીથી કદર્થના પામેલો છે, એવો અર્ધ નિશ્ચય થયા બાદ તે વિચક્ષણાએ એક વખત આ ગાથા લખી મેકલાવી-- दहस्स पायसेणं जुत्तं दहियंपि किमिह परिहरिउं। तुच्छोदयसंभविणो नहु दुद्धे पूयरा हुंति ॥६॥
શબ્દાર્થ –દુધથી દાઝેલા મનુષ્યને દહીંને ત્યાગ કરે શું યોગ્ય છે? થડા જલમાં થનારા પિરાઓ શું દુધમાં હોઈ શકે? દા તાત્પર્ય કે એક સ્ત્રી કુલટા અનુભવવામાં આવી. તેથી શું સઘળી તેવીજ છે એમ સંભવ થાય ? નહીં જ
ઉપરની ગાથાને ભાવાર્થ ધારણ કરી સાગરદત્તે પણ એક લેક ઉત્તરરૂપે લખી મેકલ્યો
कुपात्रे रमते नारी गिरौ वर्षति वारिदः । नीचमाश्रयते लक्ष्मीः प्राज्ञः प्रायेण निर्द्धनः ॥७॥ શબ્દાર્થ-સ્ત્રી નીરની સાથે રમણ કરે છે. વર્ષાદિ (જરૂરીઆત શિવાયના) પર્વત ઉપર વધે છે અને ઘણે ભાગે પંડિત પુરૂષ નિધન હોય છે હા તેણીએ ફરીથી એક ગાથા લખી મોકલાવી કે –
पाययदोसो कत्थ व न होइ न हु एत्तिएण तच्चाओ। अणुरतंपि हु संज्झं किं दिवसयरो न भासेइ ॥८॥