________________
-
-
-
-
-
- સદુર હતુતિ. सज्झानामृतवर्षणे गतमदो भव्यांगिनां भारते, रक्तःशुदविचारचारु चरितः सम्यक्सदासंवृतः द्रव्यक्षेत्र स्वभावकालनीतिषु आज्ञां सदा निर्वहन , श्राद्धानांगुणसंनिधिवितरणे आनंदसूरिं स्तुमः
આ ભરતક્ષેત્રમાં ભવ્ય જનને નિર્મળપણે સત્યજ્ઞાનરૂપ અમૃત જેમણે સિંચ્યું છે, જેઓ હંમેશાં નિર્મળ અંત:કરણવાળા, સદાચારમાં તત્પર અને ઇદ્રિયદમનમાં પ્રવૃત્ત હતા, શ્રી જિનેશ્વરની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ રાજનિતિનું પાલન કરતા હતા, તે શ્રીમદ્ વિજયાનંદસૂરિને પ્રસ્તુત “શ્રાદ્ધગુણ વિવરણ” ના પ્રારંભમાં સ્તવીએ છીએ.