________________
પ્રકૃતિઓના સંસર્ગમાં આવવું પડે છે તેથી પિતાને અવશ્ય કર્તવ્ય જે જે વ્યવહાર હોય તેમાં જે જે પ્રકૃતિને યોગ થાય તેને પિતાના વ્યવહારિક કાર્ય એટલે જ સંબંધ રાખી પિતાના મુખ્ય નિશ્ચયમાં વિક્ષેપ થવા દેવો નહિ. આપણા શુભ નિશ્ચયને વિરોધી એવા વિચારથી તણાઈ જવા કરતાં, આપણાં શુભ વિચારમાં અન્ય જનો દોરાય તેમ કરવાને યત્ન રાખવો, મૈત્રી આદિ ઉત્તમ ભાવનાઓથી દોરાઈ સર્વ પ્રાણીમાત્ર તરફ વાત્સલ્ય પ્રેમ પ્રસાર અને સર્વોપયોગી ગ્રહાવાસમાં રહીને પણ અનાસક્તિ રાખી, સમભાવે વત્ત મનુષ્યજીવનને ઉન્નત કરતાં જવું, એ ઉત્તમ શિક્ષણના પાઠ ગુણ મેળવવાથી જ પ્રાપ્ત કરી શકાય છે. આહાર, વિહાર, વિચાર, વાંચન, સંગત, વ્યવહાર આદિ સર્વ પ્રવૃત્તિમાં જે ઉત્તમ ગુણોને પ્રકાશ પાડવામાં આવશે, તે પછી તમને આ વિષમય સંસાર પણ અમૃતમય લાગશે, કેઈ સ્થાને દુરાગ્રહ કે અનાદરની બુદ્ધિ ઉત્પન્ન થશે નહિ. કોઈ પ્રિય પદાર્થને અભાવે કલેશ થશે નહિ, પરજીવનમાં પણ સ્વજીવન એટલે સુધી ભળી ગયેલું લાગશે કે અન્યના હર્ષશેકથી તમને હર્ષશોક થયા વિના રહેશે નહિં અને શક્તિ-અનુસાર સર્વને સહાય કરવાની પણ ઈચ્છા થશે. ઉન્નત વિચારે અને ભવ્ય ભાવનાઓ શુદ્ધ થયેલા તમારા અંતઃકરણરૂપી દર્પણમાં વધારે સ્પષ્ટ રીતે પ્રતિબિંબ પામશે, અકસ્માત તમને તમારી ઉમદા આશાઓ અને ઈચ્છાઓ પૂર્ણ થતી જણાશે; જૈન-આગમના તત્વોનું જ્ઞાન અને તેના ખુલાસા સ્વતઃ પ્રાપ્ત થઈ આવશે, તમારી દષ્ટિજ કઈ દિવ્ય પ્રકારે ખુલી જશે, શંકા, આકાંક્ષા, જડતા, પ્રમાદ, આલસ્ય, વિષયભોગેચ્છા, મિથ્યાત્વ, અસ્થિરતા, તથા ચંચળતા વગેરે દેશો તમારાથી દૂર રહેશે, અને ભવ્ય જીવનનું સ્વરૂપે પ્રાપ્ત કરી તમે ધર્મના પૂર્ણ અધિકારી થઈ શકશે.
આવી રીતે ધર્મની સંપૂર્ણ યોગ્યતા ગુણથી જ મેળવી શકાય છે, એ વાત સર્વ પ્રકારે સિદ્ધ થાય છે. હવે તે ગુણોનું સ્વરૂપ કેવું છે ? અને તે ગુણ મનુષ્યને તેના જીવનમાં કેટલા લાભકર્તા છે ? તે વિષેનું સવિસ્તર અને દષ્ટાંત સહિત વિવેચનનું જ્ઞાન પ્રત્યેક શ્રાવકે સંપાદન કરવું જોઈએ. અને તે જ્ઞાનને પિતાના નિર્મળ ચારિત્રમાં ઉતારવું જોઈએ. તેમ કરવાથી ગ્રહ
સ્થાવાસમાં રહેલા ધર્માધિકારી શ્રાવકમાં સાંસારિક ઉન્નતિની, અનુભવસિદ્ધ ધર્મકાર્યની, નીતિના નિર્મલબોધની અને છેવટે આત્મજ્ઞાનની ભાવનાએ સ્કુરિત થાય છે, તેમજ પિતાના ઉચ્ચ આશયેનું અને મહા પ્રભાવિક સમકિતનું મહાબળ પણ પ્રગટ થાય છે.
આ શ્રાદ્ધગુણ વિવરણ ગ્રંથ ઉપર્યુક્ત સર્વ માહાસ્યથી ભરપૂર છે. અને ગૃહસ્થ શ્રાવકને ધર્મને અધિકાર પ્રાપ્ત કરવામાં જે ગુણોની આવશ્યકતા છે, તેને યથાર્થ રીતે બતાવનાર છે. અને ધર્મના અધિકારી કોણ? એ પ્રશ્નને યથાર્થ નિર્ણય કરાવનાર છે. જેઓએ શ્રાવકપણાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા નિશ્ચય કર્યો હોય, એટલે કે જેને આપણે શુદ્ધ શ્રાવક કહીએ છીએ, તેઓ આવા ગ્રંથના પ્રથમ પદે અધિકારી છે અને ખાસ કરીને તેવાઓનેજ ઉદ્દેશીને આપણાં મહોપકારી મહાત્માઓએ આવા ગ્રંથે લખેલા છે. એટલું જ નહિ પણ સર્વમાન્ય સર્વોપયોગી થઈ શકે તેમ પણ છે. આવા ગ્રંથ વાંચી, વિચારી ગૃહસ્થાવાસીઓ પિતાના યથાર્થ સ્વરૂપને સમજી શકે છે અને પરિણામે ધર્મના પૂર્ણ અધિકારિ વર્ગમાં દાખલ થઈ શકે છે.