________________
અર્પણ પત્રિકા.
શેઠ હઠીસંગભાઈ ઝવેરચંદ વોરા.
ભાવનગર.
આપ વ્યવહારિક સ્થિતિમાં શ્રીમાન છે. ધર્મના ઉચ્ચ સંસ્કારી કુળમાં આપના જન્મ થયેલા હેાવાથી તે સંસ્કારના મળે, આપને મળેલ ઉત્તમ લક્ષ્મીના અન્ય અન્ય પ્રસંગે તીર્થયાત્રા, ઊદ્યાપન, પ્રતિષ્ઠામહાત્સવ, જીર્ણોદ્ધાર, ગુરૂભક્તિ વગેરે ધર્માં કાર્યોમાં અંત:કરણના ધાર્મિક ઉત્સાહથી સારા વ્યય કરી આપે યશ પ્રાપ્ત કરેલ છે; વળી સાધમી બધુ પરત્વેની ઉચ્ચ લાગણીને લઈને શહેર ભાવનગરમાં મળેલ શ્રી જૈન કાન્ત વખતે કેામની સેવાના તે ઉત્તમ કાર્ય માટે આપે ઉદાર હાથથી દ્રવ્ય વાપર્યું હતુ, તે સાથે જ્ઞાનાદ્વારના કાર્ય ઉપર આપને ખાસ પ્રેમ હાઇને આ શ્રાદ્ગુણ વિવરણ જેવા મહાન ગ્રંથમાં પણ આપે સારી ઉદારતા બતાવી છે; તેને લઇને તેમજ આ સભા ઉપર પણ પુરતી પ્રીતિ ધરાવેા છે તેથી આ શ્રાવકપણાના ગુણને ધારણ કરાવનારા અને જયશ્રીની સિદ્ધિને આપનારો આ અપૂર્વ ગ્રંથ આપશ્રીને અર્પણ કરીએ છીએ.
પ્રસિદ્ધ કì.