________________
विक्खंभायामाणं परुप्परं संगुणम्मि सयमेगं ।
इह होइ गाउआणं तो भरहे गाउअपमाणं ॥ ३४ ॥
અર્થ :- વિષ્લેભ અને આયામ એ પરસ્પર ગુણીએ. ઇહ પ્રમાણાંગુલ નિષ્પન્ન યોજનને વિષે ઉત્સેધાંગુલ નિષ્પન્ન સો ગાઉ હોય, તતો તિવાર પછે ભરતક્ષેત્રને વિષે ગાઉનું પ્રમાણ હોય. ।।૩૪।। કેટલા ગાઉ થાય તે ગ્રંથકાર પોતે બતાવે છે.
दुन्निसयं अटूसट्ठी सहस्स लक्खा असीइ तह चेव । तेवन्नं कोडीओ इक्किके गाउए तत्थ ॥ ३५ ॥
અર્થ:- ૫૩૮૦૬૮૨૦૦ એટલા ગાઉ હોય. ।।૩૫।। હવે તે ભરતક્ષેત્રને વિષે જે ગાઉ છે, તે એક એક ગાઉને વિષે કેટલા કેટલાં ગામ છે તે બતાવે છે.
दुन्नि तिन्निअ चउरो गामा दीसंति तीसकोडीसु । छन्नवइ गाम कोडी लेसुद्देसेण मायंति ॥३६॥
અર્થ :-એકેકા ગાઉને વિષે ગ્રામ બે ત્રણ ચાર દેખીએ છીએ, એણી રીતે ત્રીસ કોટી ગાઉને વિષે છન્તુકોટી ગ્રામ માય તે ભાવના કરી દેખાડે છે.
अट्ठसु दोदो गामा अटूसु पुण तिन्नि तिन्नि कोडीसु ।
चउरो चउरो चउदस कोडीसु विरोहओ मंति ॥ ३७ ॥
અર્થ ઃએક કોટીગાઉને વિષે બે કોટી ગ્રામ માય. એટલે આઠ કોટી ગાઉને વિષે સોલકોડ ગ્રામ માય વળી આઠ કોટી ગાઉને વિષે ત્રણ ત્રણ કોટી ગ્રામ હોય એટલે આઠ કોટી ગાઉને વિષે ચૌવીસ કોટી ગ્રામ માય, વળી ચૌદકોટી ગાઉને વિષે ચાર ચાર કોટી ગ્રામ માય, એટલે ચૌદકોટી ગાઉને વિષે છપ્પન્ન કોટી ગ્રામ માય. આ રીતથી ત્રીસ ક્રોડ ગાઉને વિષે છન્તુક્રોડ ગ્રામ અવિરોધપણે માઇ શકે. II3II
૧૦