________________
૧૧ ઉવએ સામય (પહેલ કુલક) ૧૨ ઉવએસામય (બીજુ કુલક) ૧૩ સોગહરોવએસ. ૧૪ રમણત્તય કુલય ૧૫ બારસવયં
૧૬ કાલસયગ ૧૭ તિર્થીમાભાથયું ૧૮ પર્યુષણાપર્વ વિચાર ૧૯ગાહાકોસો
૨૦ પ્રશ્નાવલી ૨૧ સમ્મતુપાયવિહિ ૨૨ સુહુમત્યવિચારલવ ૨૩ ઉપદેશ પદની ટીકા ૨૪ કર્મપ્રકૃતિ ટિપ્પનક ૨૫ ધર્મબિંદુનીટીકા ૨૬ લલિતવિસ્તરા પંજીકા ૨૭ અનેકાંતજયપતાકાવૃત્તિ ૨૮ દેવેન્દ્રનરકેન્દ્ર પ્રકરણ પર વૃત્તિ ૨૯ શંખેશ્વરપાર્શ્વનાથ સ્તવના ૩૦ કલિકુંડ પાર્શ્વનાથ સ્તવના ૩૧ મંડલ વિચાર શતક
આવા પ્રકાંડ વિદ્વાન હોવા છતા તેમની નમ્રતા ગજબની હતી. કંઇપણ ઉત્સુત્ર પ્રરુપણા થઇ હોય તો તે બદલ આ કૃતિની ઉપાંત્ય ગાથામાં તેઓશ્રીએ આપેલા મિચ્છામિ દુક્કે દ્વારા આ વાત સ્પષ્ટ થાય છે. સેંટીમીટર, મીટર અને કિલોમીટર ના આ જમાનામાં અભ્યાસુઓને આ ગ્રંથ શાસ્ત્રીય માપોની સચોટ માહિતી અને સમજણ આપવામાં ખુબ ઉપયોગી બનશે. - પ્રાંતે, આ બન્ને કૃતિઓના પઠન - પાઠન દ્વારા અભ્યાસુ વર્ગ બન્ને ગ્રંથકારોના પ્રયાસને સફળ બનાવે અને સ્વાત્માની ઉન્નતિ સાધે એ જ અભ્યર્થના.