________________
॥प्राक्-कथन। ॥कत्थ अम्हारिसा पाणी दुषमा-दोष दुषिया, हा; अणाहा कहं हून्ता..! न हून्तो जइ जिणागमो ॥
દુષ્મકાળે જિનાગમ-જિન પ્રતિમા ભવિચણ હું આધારા...!!
ભવાટવીમાં ભ્રમિત પ્રાણીને ભીમ મહાટવીમાંથી બહાર લાવનાર મિથ્યાત્વરૂપ અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ કરાવનાર શ્રુતજ્ઞાનની મહત્તા અદ્વિતીય કક્ષાની છે. શ્રુતજ્ઞાનનો મહીમા પરમ મનનીય અને માનનીય હોવાના કારણે પ્રભુ શાસનમાં પરમ આધાર ભૂત કિરણ તરીકે ગણના કરી છે. આગામએ વીર પ્રભુની વાણી સ્વરૂપ છે.
આગમોની રચના કાળઃ- પ્રભુ મહાવીર સ્વામીના શાસનની અપેક્ષાએ વીર નિર્વાણ સંવત પૂર્વે ૨૯, વિક્રમ સંવત પૂર્વે ૪૯૯ વર્ષે વૈશાખ સુદ એકાદશી દિને તારક તીર્થંકર પ્રભુ મહાવીર દેવની ત્રિપદીને પામી આદ્ય ગણધર અનંતલબ્દિ નિધાન શ્રી ઈન્દ્રભૂતિ (ગૌતમસ્વામીજી) આદિ એકાદશ ગણધરોએ આગમોની રચના કરી તેજ ક્ષણે પ્રભુએ તેની યથાર્થતા-ગણાનુજ્ઞા-શાસનાનુજ્ઞા આદિના વાસક્ષેપથી જાહેર કરી.
ગણધર ભગવંતના શિષ્યો-મુનિઓએ યથાયોગ્યતાનુંસાર શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવારને વિનયપૂર્વક શાસ્ત્ર નિર્દિષ્ટ વિધિ-મર્યાદા પૂર્વક ગુરૂ પાસેથી મુખપાઠ રીતે દ્વાદશાંગીનો અભ્યાસ કરતા હતાં, લખીને કે લખેલ પુસ્તકો દ્વારા ભણવા અંગે તત્કાળે પરંપરા ન હતી.
તે પ્રથમ વાચના:- વીર પ્રભુના નિર્વાણબાદ તેમની પટ્ટ પરંપરામાં પાંચમા કેવલી તરીકે પ્રસિધ્ધ શ્રી ભદ્રબાહુ સ્વામીજીના સમયમાં વિષમકાલના બલના પ્રભાવે ભયંકર બાર વર્ષીય દુકાળ પડ્યો સાધુઓ અનુકૂળતા મુજબ વેર વિખેર થયાં, સાથો સાથ વીર નિ. સં. ૧૫૫ લગભગમાં નંદવંશના સામ્રાજ્યનો પલટો થયો, દેશમાં ભયંકર આંધી વ્યાપી, જૈન શ્રમણોના વિહારના કેન્દ્રરૂપ મગધ દેશની [ {a- |
[ સંપાદ શ્રી ]