________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યભગવંતો વર્ષો જૂની શ્રમણસંઘની ફરજ અને જવાબદારી રૂપ આગમોના અણમોલ વારસાને સુરક્ષીત રાખવાના પ્રશ્ન ફરીથી ઉપસ્થિત કરી.
રાજ્યદ્વારી ઉપદ્રવો, ધમધ ઝનૂન, બ્રિટીશ હકૂમત, જનતામાં ફેલાયેલ ક્રાન્તિકારી વિચારધારા, પશ્ચાત્ય કેળવણીના સંસ્કાર આદિ સંઘર્ષ કાળમાં પુસ્તકો પ્રતો મેળવવી અતિકઠીન હતી તે સમયે જુદા જુદા ખૂણે રહેલી હસ્તપ્રત-તાડપત્ર આદિ પરથી સંશોધન કરી જાતને મહેનતે પ્રેસકોપીથી માંડીને સુધારવા સુધીની સંપૂર્ણ દેખરેખ જવાબદારીથી આગમ ગ્રંથોની મર્યાદિત પ્રતિઓ છપાવી સામુદાયિક વાચનાઓ વિ. સં. ૧૯૭૧થી ૧૯૭૭ સુધીમાં પાટણ-કપડવંજ-અમદાવાદ-સુરત આદિ ક્ષેત્રોમાં છ-છ મહીનાની વાચનાઓ ગોઠવી સેંકડો સાધુ સાધ્વીઓને આગમોને વાંચવાની પરિપાટી આદિનો સંપૂર્ણ ખ્યાલ કરાવ્યો સાત સામુહીક વાચનાઓમાં ૨૬ ગ્રંથો વાંચ્યા તેમાં લગભગ ૨,૩૩,૨૦૦ શ્લોકની વાચના આપી તથા આગમ દિવાકર પૂ. મુનિશ્રીપુણ્યવિજયજી મ. આદિને પણ આ ક્ષેત્રે આગળ વધવા અંગૂલ નિર્દેશ કરી આ મહાપુરુષે શ્રુત સરિતાને ધોધમાર વહેતી કરી છે.
આ મહાપુરુષ તે પ્રાતઃ સ્મરણીય ગુજરાત-માલવા-રાજસ્થાન-બંગાલ- બિહાર આદિ અનેક ક્ષેત્ર સંઘો તથા સુરત સંઘના આમૂલચૂલ ઉપકારી, આગમોધ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગસ્થ પ.પૂ. આયાર્યશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજ જેઓ “પૂ. સાગરજી મ.' ના લાડીલા, હુલામણા નામથી પણ પ્રસિદ્ધ હતાં તેમના જ સંશોધિત આગમો અમને પ્રતાકારે પુર્ન મુદ્રિત કરાવવાનો લાભ પ્રાપ્ત થયો છે. તા.ક. વર્તમાન કાળે ગ્રન્થો, શાસ્ત્રો, સુવિહિત ગીતાર્થ આચાર્ય ભગવંતો, ઈતિહાસકારો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વીર નિર્વાણના ૧૦૦૦ વર્ષમાં છ-છ વાચના-સંકલન બાદ ૧૫00 વર્ષ સુધીમાં આવું કોઈ કાર્ય થયેલ જણાતું નથી ત્યાર બાદ એકલા હાથે આપ બળે સૌ પ્રથમ આગમ ઉધ્ધારના ભગીરથ કાર્ય કરનાર ગુરૂદેવને કોટી-કોટી વંદના...
[ tવાહૃ-ઋથનો ]
संपादक श्री
For Private And Personal Use Only