________________
Acharya Shri Kailashsagarsuri Gyanmandir
પુસ્તકારૂઢ રૂપ આગમ વાચના કરી, આ વાચનામાં ચોરાશી આગમોનું વ્યવસ્થિત સંકલન તાડપત્રના પાના ઉપર લિપિબધ્ધ કરી આગમોને પુસ્તકારૂઢ કરવાનું કાર્ય સાધુ ભગવંતોએ કર્યું. તેમજ અન્ય મહત્ત્વના ગ્રંથોનું પુસ્તકાલેખન કાર્ય થયેલ, ત્યારબાદ સાધુ સત્યમિત્ર સ્વર્ગે ગયા અને વીર નિ. સં. ૧૦૦૦માં વર્ષે પૂર્વજ્ઞાનનો વિચ્છેદ થયો તેમ મનાય છે.
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રભુવીરના શાસનમાં ઉપરોક્ત ‘છ’ વાચનાઓના માધ્યમે ૧૦૦૦ વર્ષના ગાળામાં થયેલ શ્રુતોધ્ધારનો ઇતિહાસ મોજૂદ છે. ત્યાર પછી ૧૫૦૦ વર્ષ સુધી આગમ વાચનાનો કે શ્રુતોધ્ધારનો કોઈ ઉલ્લેખ નથી મળતો.
તેમજ વિષમકાળના પ્રભાવથી ૧૦મી સદીની સમાપ્તિ કાળથી શિથિલાચારની વૃધ્ધિ થવાથી આગમિક જ્ઞાનની પરંપરા સુવિહિત ગીતાર્થ, આચાર સંપન્ન શ્રમણોના હાથમાં રહી નહીં પરિણામે હસ્તલિખિત પ્રતોમાં રહેલ આગમો અધિકારીને પણ મળવા દુર્લભ બન્યા. છેવટે વીસમી સદીના ઉત્તરાર્ધના પ્રારંભકાળે સુવિહિત સંવેગી સાધુઓમાં આચાર નિષ્ઠા, વિશિષ્ટ વૈરાગ્યની પ્રબલ ભૂમિકા આદિ સુદૃઢ હોવા છતાંય આ બધાને ટકાવવા માટેના જરૂરી સંજોગો ન મળતાં આગમિક જ્ઞાનની માત્રા પઠન-પાઠનની શાસ્ત્રીય પરંપરા સુરક્ષિત ન રહી શકવાના કારણે ખુબ જ અલ્પ માત્રામાં રહેવા પામી
આવા અવસરે શ્રમણસંઘની ૧૮ પ્રસિધ્ધ શાખાઓમાં વધુ પ્રભાવશાળી ‘સાગરશાખા'ના અદ્વિતીય પ્રતિભા સંપન્ન પ્રૌઢધીષણાશાલી અનેકવાદો કરી તપાગચ્છની વિજય પતાકા ફેલાવનાર પૂ. મુનિરાજ શ્રી ઝવેરસાગરજી. મ.ના. એક માત્ર શિષ્ય નવ માસના ટૂંકા ગાળાનો જ ગુરૂ સહવાસ છતાં પૂર્વજન્મની આરાધનાના બળે એકલે હાથે ન્યાય-વ્યાકરણ, આગમટીકા આદિ અનેક સાધના ગ્રંથોનું અગાધ વિદ્વત્તા પૂર્ણ જ્ઞાન મેળવી પૂ. ગુરૂદેવ શ્રી ઝવેરસાગરજી મ.ની આગમોની પારદૃશ્વતાના વારસાને તે ગુરૂદેવશ્રીના અન્તિમ સમયના “ આગમો વ્યા અભ્યાસ વરોવર જરા '' શબ્દ પાછળ રહેલ ઉંડા અંતરના આશિષના બળે આગમિક તલસ્પર્શી અગાધ માર્મિક જ્ઞાન આપ મેળે મેળવી વીર નિ. સં. ૨૪૪૦ વિ.સં. ૧૯૭૦માં કો’ક મંગલ ચોઘડીએ જિનશાસનના એક મહાન ધુરંધર સમર્થક પ્રભાવક શાસ્ત્રોના પારગામી
૫-થની
संपादक श्री
*
For Private And Personal