________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકીયરા
ચાર વર્ષ પૂર્વે પૂર્વના પૂર્વાચાર્ય -પુણ્યાત્માઓએ પદ્યમાં પ્રરૂપેલા ૪૦૦ થી વધારે પ્રકરણોના ૭૦,૦૦૦ હજાર શ્લોક પ્રમાણ સાહિત્યશાસ્ત્ર સંદેશમાલાના ભાગ ૧ થી ૨૦ રૂપે પ્રકાશિત કરેલ. તે પછી પણ પૂજ્યશ્રીએ આ સમયગાળા દરમ્યાન મળેલ બીજા ૧૩૭ પ્રકરણોના ૧૮,૦૦૦ હજાર બ્લોક પ્રમાણ સાહિત્ય સંકલન કરી આપેલ છે તે આજે ભાગ ૨ ૧ થી ૨૪ સ્વરૂપે પ્રકાશિત કરીએ છીએ.
આ ચાર ભાગમાં ૨ ૧માં ભાગમાં શતક, કુલક, ભાવના અને ચર્ચાને લગતા ગ્રંથો, ૨૨માં ભાગમાં આચાર, પ્રારંભિક, નામમાલા અને વ્યાકરણના ગ્રંથો, ૨૩માં ભાગમાં કાર્મગ્રશ્વિક અને લોકપ્રકાશીય ગ્રંથો અને ૨૪માં ભાગમાં પૂ.આ.શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી કૃત નામમાલાઓના ગ્રંથોનો સમાવેશ કરેલ છે.
આ ચાર ભાગની પણ પ્રમાર્જન - શુદ્ધિ પૂર્વની જેમ જ પૂજ્યશ્રીઓએ કરી આપેલ છે તે માટે અમો તેઓશ્રીના આભારી છીએ.
નાદુરસ્ત તબિયત અને આંખોની નબળાઈ સાથે દરરોજ ૫ થી ૬ કલાક અધ્યયન કાર્ય ચાલુ રાખી આ ચાર ભાગનું સંપૂર્ણ પરિમાર્જન પંડિતવર્ય શ્રી રતીભાઈ ચીમનલાલ દોશીએ કરી આપેલ છે તે માટે અમો તેઓશ્રીના આભારી છીએ.
પૂર્વના ૨૦ ભાગની જેમ આ ચાર ભાગમાં પણ અલગ અલગ સંઘોએ પોતાના જ્ઞાનનિધિમાંથી લાભ લીધેલ છે તેની અમો ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ.
-શાસ્ત્રસંશ
For Private And Personal Use Only