________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતીસાર. ચિકિત્સા જ્વર પ્રકરણમાં લાંઘણને જે કહેલ છે તે અહીંપણ કરે, ઇશબ ગોળને ઉકાળે આપ અથવા ઈસબ ગોળ પલાળી, સાકરની સાથે પાણીમાં આપ, સુંઠ, ગળે, રતાંજલી, કુડાની છાલ, નાગરમોથ, કરીઆતું એ એસિડ સરખે ભાગે લઈ ઊકાળે કરી આપ, એટલે ઉલટી બળતરા, તરસ, સેજે
જ્વરઃ યુકત અતીસાર એ રેગ દુર થાય છે. ગળે અતી વિષનીકળી, દેવદાર, ઈદ્રજવ, મેથ, કરીયાતું, સુંઠ, એ સર્વને ઉકાળે જવર અતીસારનો નાશ કરે છે, રતાં જળી, વાળે, કુડાની છાલ, પહાડ મુળ, કમળ કંદ, ધાણુ, ગળો, કરીયાતું, નાગરમોથ, કુણું બીલું, અતીવિષની કળી, સુંઠ, એને ઉકાળે મધ નાંખી - પો, એટલે અતીસાર, ઉલટી, તરસ, બળતરા, અરૂચી, એનો નાશ થાય છે. કુણ્બીલું, કીરમાણે અજમો, પુંવાડીઓ, કાળીપાટ, ટેટ, પહાડ મુળ, અતી વિષની કળી, નાગરમોથ, ઇંદ્રજવ, કુડાની છાલ, કડુ, ગળો, સુંઠ, એને ઉકાળો આપ, તેથી વાર અતીસાર, ઉદ્વસ, ઉલટી, વાસ, શુળ, એવા રોગ દુર થાય છે. પંચ ધાન્ય એટલે વાળે, કુણુંબીલું, મોથ, સુંઠ, ધાણા, એનો ઊકાળે સર્વ પ્રકારના અતીસારને દુર કરે છે, આદાને રસ, ડુંટીએ ચાળયો હોય તે ઘણે કઠણ અતીસાર હોય તે પણ મટે છે.
સેક અતીસાર ઉપર–દેવદાર, અતી વિષની કળી, પહાડ મુળ, નાગર મથ, મરી, કુડાની છાલ, એને ઉકાળે શેક અતીસારનો નાશ કરે છે.
પીત્ત અતીસાર ઉપર-ધાણા, વાળ, લીંબુ, નાગરમોથ, એને ઉકાળે, આપ. ઇદ્રજવ, મેથ, સોપારી, ધાયટીનાં ફૂલ, બીલું, લેધર, સુંઠ, એના ચૂર્ણથી બમણે ગોળ નાંખી છાશમાં અડવાળી આપવું, સુંઠ, ધાયટીના ફૂલ, કાંટાવાળા સૅમલો ગુંદ, અજમોદ, એનું ચુર્ણ છાશમાં આપવું. નસેતર તમાલપત્ર, ચીત્રક, બીલું, દાડમની છાલ, એનું ચૂર્ણ છાશમાં આપવુ, એથી અતીસાર નાશ પામી જઠરઅગ્ની પ્રદીપ્ત થાય છે,
રકત અતીસાર ઉપર-કુડાની છાલ, નાગરમોથ, લીંબુ, અતી વિષની કળી, વાળે એને ઉકાળો રકત અતીસાર, તથા આમશુળ, એને નાશ કરે છે. દાડમની છાલ, કુડાની છાલ, લીંબુ, એનો ઉકાળે મધ, નાંખી આપો, ચાખાના ધાવણમાં સુખડ ધસી તેમાં મધ તથા સાકર નાંખી આપવું એટલે રકત અતીસાર દુર થઈ, બળતરા, શેષ, એ પણ મટે છે. બીલીનું ચૂર્ણ ગળની સાથે આપવું, એટલે રક્ત અતીસાર પેટશૂળ, આમશુળ, એનો નાશ થાય છે. જાંબુ , આમલી, એનાકણું પાનનો રસ કાઢી તેમાં બકરીનું દૂધ નાંખી આપ, આંબાની ગોટલી છાશમાં અથવા ધાવણમાં ઘસીને આપવી
For Private and Personal Use Only