________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૦
ઉપલાં સઘળાં વસાણાને સાફ કરી ખોખરાં કરવાં, ને એક કાદવનાં વાસણમાં અથવા તે નહીં હોય તે કલઈ કરેલી તણીલીમાં નાખવાં, ને તેમાં ૨ શેર પાણી રેડી રાહુલા ઉપર મુકીને ઉકાળવાં. અડધું પાણી બળી ગયા પછી તે ગૃહલાપરથી હેઠળ ઉતારીને ઠંડું પાડવું; પછી કપડાંએ ગાળી લઈને એક સીસીમાં ભરી રાખવું. પછી દરદીને દર ૩ કલાકે એક વાઇન ગલાસ ભરી તે પીવા આપવું. નાના બચ્ચાંને તેની ઉમરના પ્રમાણુ પ્રમાણે આપવું.
ઈલાજ ૨ જે. બીલાંનું ઝાડની ડાંખળીઓ ઉપર ત્રણ પાંદડાં સાથે થાય છે, અને જે ઝાડ મોટાં થાય છે અને જે પ્રખ્યાત છે, તથા જેનાં ત્રણ પાંદડાંવાળી ડાંખલી મહા દેવને ચહડાવ્યામાં આવે છે અને જેનાં ફલ દાડમના જેવડાં મેટાં થાય છે, તે લાવી તેની ચીર કરી માંહે મીઠું નાખવું, ને તેમાંથી સવાર, બપોર તથા સાંજનાં ખાવી; અને ખાણું ખાતી વખતે પણ અથાણાની પેઠે ખાવી, જ લીલાં બીલાં નહીં મળે તો ગાંધીને ત્યાંથી સુકુ ફળ લાવી તેને કુટી કપડછંદ કરી એક સીસીમાં ભરી મુકવું, અને સાકર સાથે ભેળી દહાડામાં દરેક વખતે તેલો વા ખાવું, ઉપર ઠંડુ પાણી પીવું. એથી પેટ આવતાં બંધ થશે.
ઈલાજ ૩ જે. કેસર વાલ ૧લઈ તેને લીંબુના રસમાં મેલવી દહાડામાં એક વખત ખાવી અને તે ઉપર ખોરાકમાં ચેખાની રોટલી, ગેસને સેરવો, તથા ચાહે બીસકટ આપવી.
For Private and Personal Use Only