________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭ ઈલાજ ૭ મો.
ખુરચેપ અથવા ખરચ (એ ઝાડનાં કુલ હિંદુ લોકે દેવની પૂજા કરવામાં વાપરે છે) નામનાં ઝાડપર સીંગ થાય છે. તે તાજી મળી આવે ત્યારે ગાયનાં દુધમાં ઘસીને તે ઘસારે એક ચમચી ભાર અથવા એક તોલા ભાર પા. જો દુધ નહીં મળી આવે તે પાણીમાં ઘસવું. ઉપલાં ચંપાનાં બી જે હોય તે તે બીને દંખ ઉપર વળગાડવાં.
ઉપલી સીગ વેળા તાજી મળી આવે ત્યારે તે કેવી રીતથી રાખવી તેની વિગતઃ
કાદવનાં, કલઈનાં અથવા હરેક તેવાં સારાં વાસણમાં શેર અથવા તો શેર ગાયનું ચેખું દુધ રેડીને તે વાસણ ઉપર કપડું બાંધી સીંગને તેની ઉપર મુકી તે ઉપર રકાબી ઢાંકવી, બાદ તે દુધનાં વાસણને ચુલા ઉપર મુકી એક બે કલાક ઈગાર ઉપર ઉકાળવું. પછી તપીલી હેઠળ ઉતારી સીંગ ઊંચકી લઈને તડકામાં સુકવવી. એ પ્રમાણે આઠ વખત ઉકાળીને સુકવવી. પછી કાચના બુચની સીસીમાં ભરી રાખવી. એવી રીતે કીધાથી એ સોંગ આઠ દશ વર્ષ સુધી રહેશે. - જે વેળા એને દંખ કોઈને લાગે તે વખતે સીસીમાંથી એ સુકી સીંગ કહાડીને દુધમાં અથવા પાણીમાં ઘસીને પાવી.
ઉપલી સીંગ નાગના દંખ ઉપરજ કામે લાગે છે; પણ કેઈ બીજી જાતનાં જનાવરનાં દંખ ઉપર લાગુ પડતી નથી.
For Private and Personal Use Only