SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.koba .org Acharya Shri Kalassagarsun Garmandir દેવલોકના વિમાનો नमोऽहते लोकोतमाय लोकनाथाय लोकहिताया लोकपदीपाय लोकप्रद्योतकारिणे लोकचूडामणये...। નક ક્ષયUા જીવો ૫૨વી. ચૌદ રાજલોક જેટલા પ્રદેશોમાં જીવો અને પુદગલો હોય છે, જીવ અને પુદગલો અવરજવર કરી શકે છે, તથા જીવ અને પુગલોને ગતિ કરવામાં કે સ્થિર રહેવામાં સહાયક ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે, તેટલા પ્રદેશને લોકાકાશ કહે છે. લોકાકાશ બહારનું ક્ષેત્ર અનંતુ છે જેને અલોકાકાશ કહે છે. પણ તેમાં ધર્મા) અધર્માતું નથી હોતા. તેથી જીવ કે પુદગલો ત્યાં જઈ કે રહી શકતા નથી. અલોકાકાશમાં માત્ર આકાશ જ છે. માત્ર જગ્યા, બીજુ કંઈ જ નહિ. લોકાકાશમાં બધું જ છે, દેવલોકના વિમાનો, નરકો, પટવી, સઘળા જીવો, પદગલો વગેરે. | લોકાકાશનું માપ ઊંચાઈમાં ૧૪ રાજલોક જેટલું છે. એક રાજલોક અસંખ્ય યોજનનો છે. લંબાઈ પહોળાઈ લોકાકાશની અનિયત છે. મધ્યમાં લોકાકાશ ૧ રાજ લાંબો પહોળો વર્તુળાકારે છે. તેને તિસ્તૃલોક કહેવાય છે. વ્યાસ વધતા વધતા છેક નીચેના છેડે ૭ રાજ | જેટલો લાંબો પહોળો થાય છે. તેવી જ રીતે મધ્યમાંથી ઉપર જતા પણ લંબાઈ પહોળાઈ વધતી જાય છે. અને હા રાજ જતા પાંચ રાજ જેટલી લંબાઈ પહોળાઈ થઈ પછી પાછી ઘટતા ઘટતા છેક ઉપરના છેડે ૧ રાજ જેટલી થાય. તિøલોકના જેટલી એક રાજ લાંબી પહોળી અને ચૌદ રાજલોક ઊંચી લોકના મધ્યમાં એક લંબગોળ નાડીની કલ્પના કરીએ. આને ત્રસનાડી કહેવાય છે. આ ત્રસનાડીમાં જ ત્રસ જીવો હોય છે, તેની બહાર માત્ર સ્થાવર જીવો જ હોય છે. અહીં સામે લોકકાશની આખી આકૃતિ આપી છે. ને આમાં મધ્યમાં જે ૧ રાજ લાંબો પહોળો છે તે તિøલોક છે. તેની ઉપર ૯00 યોજન પછી ઉર્વલોક છે અને નીચે પણ ૯૦૦ યોજન પછી અધોલોક છે. ઉર્વલોકમાં ૧૨ વૈમાનિક દેવલોકના વિમાનો, નવચૈવેયક, પછી પાંચ અનુત્તર દેવોના વિમાન છે. તેની ઉપર સિદ્ધશિલા છે. અધોલોકમાં ભવનપતિના ભવનો તથા સાત નરકો છે. તિચ્છલોકની પ્રથમ પૃથ્વીને રત્નપ્રભા કહે છે, તેનું પડ ૧,૮0,000 યોજન જાડુ છે. તેમાં ૧ હજાર યોજન નીચે, ૧ હજાર ઉપર છોડી મધ્યમાં ૧,૭૮,000 યોજનમાં ભવનપતિના દશ 'નિકાયોના ભવનો છે. તથા પ્રથમ નરકના નરકાવાસો પણ છે. વૈમાનિક દેવના વિમાનો વગેરે, યાવત્ ૭ નરકોના નરકાવાસો તથા ભવનપતિના ભવનો, વ્યંતરના નિવાસો વગેરે બધુ ત્રસનાડીમાં જ હોય છે. સાતે પૃથ્વીમાં નરકોના કુલ ૮૪ લાખ નરકાવાસો છે. તેમાં અસંખ્ય નારકીઓ પાપના ઉદયને ભોગવે છે. તિચ્છલોકમાં રત્નપ્રભા પૃથ્વીના પડમાં ૧00 યોજન નીચે જતા વ્યંતર-વાણવ્યંતરના નિવાસો છે તે બીજા ૮૦૦ યોજન સુધી હોય છે એટલે અહીંથી ૯૦૦ યોજન સુધીમાં. (આ તિચ્છલોકમાં ગણાય છે.) | ઉર્વલોકમાં ૧ રાજ ઉપર જતા એટલે ૧ રાજના છેડે ૧લો ૨ જો દેવલોક દક્ષિણ-ઉત્તર એક જ સપાટીએ છે. તેમાં દક્ષિણ તરફ ૧લો અને ઉત્તર તરફ ૨જો દેવલોક છે. પછી ઉપર એક રાજ જતા બીજા રાજના છેડે ૩જો ૪થો દેવલોક પણ દક્ષિણ-ઉત્તર એક જ સપાટીએ છે. પછી અર્ધા રાજે એટલે કે તિછલોકથી ૨ા મા રાજે પમો દેવલોક, ૩જા રાજે ૬કો દેવલોક, સા રાજે ૭મો દેવલોક. ૪થા રાજે ૮મો દેવલોક છે. આગળ જતા ૪ રાજે ૯મો ૧૦મો દેવલોક દક્ષિણ-ઉત્તર એક જ સપાટીએ છે. ૯મો દક્ષિણમાં અને ૧૦મો ઉત્તરમાં તેવી જ રીતે પમા રાજના અંતે ૧૧મો ૧ ૨મો દેવલોક દક્ષિણ-ઉત્તર એક જ સપાટીએ છે. દક્ષિણમાં ૧૧મો ઉત્તરમાં ૧૨ મો. ત્યારપછી ૬ઠ્ઠા રાજે નવરૈવેયક, ૭મા રાજે પાંચ અનુત્તરના વિમાનો એક જ લાઈનમાં છે. વચ્ચે સર્વાર્થસિદ્ધ વિમાન છે તથા ચાર | દિશામાં બાકીના ચાર છે. અને તેની ઉપર બાર યોજન જતા સિદ્ધશિલા આવે છે. સિદ્ધશિલાનો ૪૫ લાખ યોજન વ્યાસ હોય છે.' સિદ્ધશિલાની ઉપર અલોકને અડીને સિદ્ધ પરમાત્માના જીવો હોય છે. અહીં લોક પૂર્ણ થાય છે. આમ લોકનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે.' જંબદ્વીપ, મહાવિદેહક્ષેત્ર, ધાતકીખંડ, પુષ્કરાર્ધદ્વીપ વગેરેમાં ચિત્ર સાથે જરા વિસ્તારથી વર્ણન ત્યાંના ચેત્યોને જહારતી વખતે સમજાવીશું. આખા લોકનં વર્ણન સમજ્યા પછી તમને હવે શાશ્વત ચેત્યો ક્યાં છે તે સહેલાઈથી સમજાઈ જશે અને તેને ભાવથી આપણે જહારી , શકીશ. શાશ્વત જિન પ્રતિમાજીને ભાવથી વંદન કરીશું. આપણે હવે પછીના પ્રકરણથી જિનચૈત્યોને જહારવાનો પ્રારંભ કરીએ. 11 ત્રિલોક ની વંદના
SR No.020837
Book TitleTrilok Tirth Vandana
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy