________________
Acharya Si Kasagar
Gyarmandir
Shri Maw
ain Aradhana Kendra
જમ્બુ પિતાવિદેહ ક્ષેત્ર
૮મી વિજયમાં સીમંધરસ્વામી
જંબુદ્વીપની બરાબર મધ્યમાં નિષધ અને નીલવંત પર્વતની વચ્ચે મહાવિદેહ ક્ષેત્ર છે. સામે ચિત્ર આડુ બતાવેલ છે. પૂર્વ-પશ્ચિમ લાખ યોજન વિસ્તાર છે. ઉત્તર દક્ષિણ ૩૩,૬૮૪ યોજન વિસ્તાર છે. મધ્યમાં મેરુ પર્વત છે. નિષધ-નીલવંત પર્વતમાંથી બે- બે ગજદંત પર્વતો (હાથીના દાંતના આકારવાળા) નીકળે છે અને તે મેરુ પર્વત સુધી પહોંચે છે. આમાં નિષધ પર્વતમાંથી નીકળેલ બે ગજદંત પર્વતોના નામ વિશુ—ભ-સોમનસ છે. તેમની વચ્ચેનું ક્ષેત્ર દેવકર ક્ષેત્ર છે નીલવંત પર્વતમાંથી નીકળેલ બે ગજદંત પર્વતોના નામ ગંધમાદન અને માહ્યવંત છે. તેમની વચ્ચેનું ક્ષેત્ર ઉત્તર ક ક્ષેત્ર છે. આ બંને ક્ષેત્રો યુગલિક ક્ષેત્રો છે. અહીં યુગલિકો રહે છે અને કલ્પવૃક્ષ દ્વારા પોતાની જોઈતી વસ્તુ મેળવીને સંતોષમય જીવન જીવીને આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં જાય છે.
દેવપુર-ઉત્તરકુરથી પૂર્વ બાજુનો વિભાગ એ પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર.
tog-ઉત્તરકુરથી પશ્ચિમ બાજુનો વિભાગ એ પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્ર. મહાવિદેહની દક્ષિણમાં રહેલ નિષધપર્વત પરના તિબિંછી દ્રહમાંથી નીકળી સીતાદા નદી નીચે દેવકુમાં પડે છે. ત્યાંથી ઉત્તરમાં મેરુ તરફ આગળ વધી મેથી પશ્ચિમ તરફ વહી પશ્ચિમ મહાવિદેક્ષેત્રના બે ભાગ કરતી છે કે લવણ સમુદ્રને મળે છે. અહિં પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં સીતાદા નદીથી ઉત્તરનો ભાગ તે પશ્ચિમ-ઉત્તર મહાવિદેહ. સીતાદા નદીથી દક્ષિણનો ભાગ તે પશ્ચિમ દક્ષિણ મહાવિદેહ.
આ જ રીતે ઉત્તરમાં રહેલ નીલવંત પર્વતના કેસરી દ્રહમાંથી સીતા નદી નીચે ઉત્તરકુરુમાં પડે છે. ત્યાંથી દક્ષિણ તરફ આગળ વધતા મેરુથી પૂર્વ દિશામાં વહી પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના બે ભાગ કરતી છેક લવણ સમુદ્રને મળે છે. સીતા નદીથી ઉત્તરનો ભાગ તે પૂર્વ-ઉત્તર મહાવિદેહ, સીતા નદીથી દક્ષિણનો ભાગ તે પૂર્વ-દક્ષિણ મહાવિદેહ. આમ મહાવિદેહ ક્ષેત્રના કુલ ચાર ભાગ થયા, ૧) પૂર્વ-ઉત્તર મહાવિદેહ ક્ષેત્ર ૨) પૂર્વ-દક્ષિણ મહાવિદેહ ક્ષેત્ર 3) પશ્ચિમ-ઉત્તર મહાવિદેહ ક્ષેત્ર ૪) પશ્ચિમ-દક્ષિણ મહાવિદેહ ક્ષેત્ર
આમાં પૂર્વ ઉત્તરમાં ઉત્તરકુરના માલ્યવંત નામના ગજદંત પર્વત પછીથી મહાવિદેહ ક્ષેત્રની ૧લી વિજય શરૂ થાય. વિજય પછી પર્વત આવે. પછી બીજી વિજય આવે, પછી નદી આવે, પછી ત્રીજી વિજય આવે, પછી પર્વત આવે, પછી ચોથી વિજય આવે, પછી નદી આવે. આમ એક-એક વિજય પછી એક વાર પર્વત આવે, બીજી વાર નદી આવે. કુલ એક વિભાગમાં ૮ વિજય, ૪ પર્વત, ૩ નદી આવે છેલ્લી વિજય પછી વનખંડ આવે. આ રીતે પૂર્વ ઉત્તર મહાવિદેહની પૂર્ણાહુતિ થાય.
આમાં છેહલી પુષ્કલાવતી નામની વિજય છે અને આમાં શ્રીસીમંધરસ્વામી પ્રભુ હાલ વિચરે છે. આ રીતે પૂર્વ-દક્ષિણ વિભાગમાં, પશ્ચિમ-ઉત્તર વિભાગમાં અને પશ્ચિમ-દક્ષિણ વિભાગમાં દરેકમાં આઠ-આઠ વિજય, ચાર-ચાર પર્વત, ત્રણ-ત્રણ નદી, આમ કુલ મહાવિદેહ ક્ષેત્રમાં ૩૨ વિજય થાય.
આ વિજયોની ગણત્રી શાસકાર ભગવંતોએ પ્રદક્ષિણાવર્તથી કરી છે. એટલે પહેલા પૂર્વ-ઉત્તર મહાવિદેહના માલ્યવંત પર્વત તરફથી શરૂ કરી ક્રર્મશઃ ૧ થી ૮ વિજય ગણવી. પછી પૂર્વ-દક્ષિણ મહાવિદેહમાં વનખંડ પાસેથી ૯મી વિજય શરૂ કરી સોમનસ ગજદંત પર્વત પાસે ૧૬મી વિજય બાવે. પછી પશ્ચિમ-દક્ષિણ મહાવિદેહમાં વિદ્યુ—ભ ગજદંત પર્વત પછીથી ૧૭મી વિજય શરૂ કરી છેલ્લે વનખંડ પાસે ૨૪મી વિજય આવે છે. પછી પશ્ચિમ-ઉત્તરમાં વનખંડની બાજુથી ૨૫મી વિજય શરૂ થાય અને છેક ગંધમાદન ગજદંત પર્વત પાસે છેલ્લી ૩૨ મી વિજય આવે... સામે ચિત્રમાં ૩૨ વિજય બતાવેલ છે. આમાંથી • ૮મી પુષ્કલાવતીવિજયમાં સીમંધરસ્વામી • ૯મી વત્સવિજયમાં બાહુસ્વામી • ૨૪મી નલિનાવતીવિજયમાં સુબાહુસ્વામી * ૨ પમી પ્રવિજયમાં યુગમંધરસ્વામી આમ ચાર તીર્થકર ભગવંતો હાલ વિચરે છે.
અજિતનાથ પ્રભુ જ્યારે ભરત ક્ષેત્રમાં વિચરતા હતા ત્યારે બત્રીશે વિજયમાં તીર્થંકર પ્રભુ વિચરતા હતા. ઘાતકી ખંડમાં બે મહાવિદેહ ક્ષેત્ર તથા પુકરવરાર્ધ દ્વીપમાં પણ બે મહાવિદેહ ક્ષેત્ર થઈ કુલ પાંચે મહાવિદેહ ક્ષેત્રમાં અજિતનાથ પ્રભુના કાળે મહાવિદેહ ક્ષેત્રોમાં ૧૬૦ તીર્થંકર ભગવંતો વિચરતા હતા તે સર્વના પણ નામ યાદ કરી આપણે નમસ્કાર કરીશું.
૯મી વિજયમાં બારસ્વામી
૨૪ મી વિજયમાં રબારસ્વામી
૨૫મી વિજયમાં યુગમંધરસ્વામી આમ ચાર તીર્થકર ભગવંતો હાપ્ત વિચરે છે.
15 ત્રિલોક tfleઈ વંશના
For Private and Personal Use Only