________________
jambu dweep
ઉચ્છલોકની મધ્યમાં જંબૂ દ્વીપ છે તેનું ચિત્ર સામે આપેલ છે. તેની લંબાઈ - પહોળાઈ ૧ લાખ યોજનની છે. જંબૂ દ્વીપની મધ્યમાં મેરુ પર્વત છે. તેની ઊંચાઈ ૧ લાખ યોજન છે. પૃથ્વી પર તેનો વિસ્તાર દશ હજાર યોજન છે. તેની જમીનમાં ઊંડાઈ ૧૦00 યોજન છે. ટોચ ઉપર તેની પહોળાઇ ૧ ઇ00 યોજન છે.
જંબુ દ્વીપ છ પર્વત અને સાત ક્ષેત્રમાં વહેંચાયેલો છે. તે ક્રમશઃ દક્ષિણથી ઉત્તર તરફ આ પ્રમાણે છે... (૧) ભરત ક્ષેત્ર (૨) લઘુહિમવંત પર્વત (૩) હિમવંત ક્ષેત્ર (૪) મહાહિમવંત પર્વત (૫) હરિવર્ષ ક્ષેત્ર (૬) નિષધ પર્વત ( ૭) મહાવિદેહ ક્ષેત્ર (૮) નીલવંત પર્વત (૯) રમ્યક ક્ષેત્ર (૧૦) રૂમી પર્વત ( ૧ ૧) હિરણ્યવંત ક્ષેત્ર ( ૧૨ ) શિખરી પર્વત (૧૩) એરવત ક્ષેત્ર
| સોથી દક્ષિણે ભરત ક્ષેત્ર છે. સૌથી ઉત્તરે એરવત ક્ષેત્ર છે. મધ્યમાં મહાવિદેહ ક્ષેત્ર છે. ક્ષેત્ર એટલે જમીન. જેમાં ગામ-નગરો વગેરેમાં લોકોનો વસવાટ વગેરે હોય છે.
આમાં ભરતક્ષેત્ર, મહાવિદેહ ક્ષેત્ર અને ઐરવત ક્ષેત્ર ત્રણ કર્મભૂમિ કહેવાય છે. આમાં અસિ-મસિ-કૃષિ વગેરે વ્યવહારો હોય છે. વ્યાપાર-ખેતી નોકરી વગેરે આ ક્ષેત્રોમાં હોય છે. તેવી જ રીતે મોક્ષ માર્ગ પણ આ જ ક્ષેત્રોમાં હોય છે, તેથી તીર્થંકરો વગેરે આ જ ક્ષેત્રમાં થાય છે.
બાકીના ચાર ક્ષેત્ર અકર્મભૂમિ કહેવાય છે... આમાં પુરુષ સ્ત્રી-યુગલ સાથે જન્મે છે. યુવાનીમાં આવતા તે જ પતિ-પત્ની રૂપે બને છે. ત્યાં ખેતી-વ્યાપાર વગેરે હોતું નથી. કલ્પવૃક્ષો હોય છે તેમાંથી બધુ જ મળી રહે છે. લોકો સરળ સ્વભાવી હોય છે, મૃત્યુ પામીને નિયમા દેવલોકમાં જાય છે. મહાવિદેહ ક્ષેત્રના મધ્યભાગમાં પણ ઉત્તરમાં ઉત્તરકુરુ, દક્ષિણમાં દેવકુરુ નામની અકર્મભૂમિ છે.
13 કિલોક તકે વંદના
For Private and Personal Use Only