________________
તિøલોકનું સ્વરૂપ
દ રાજલોકની મધ્યમાં તિøલોક છે. તિષ્ણુલોકની મધ્યમાં ૧ લાખ
યોજન લાંબો પહોળો જંબૂ દ્વીપ છે. તેની પણ મધ્યમાં મેરુ પર્વત છે. જંબૂ દ્વીપને ફરતો ડબલ વિસ્તારવાળો લવણ સમુદ્ર છે. લવણ સમુદ્રને ફરતો ડબલ વિસ્તારવાળો ધાતકીખંડ છે. ધાતકીખંડને ફરતો ડબલ વિસ્તારવાળો કાલોદધિ સમુદ્ર છે. કાલોદધિ સમુદ્રને ફરતો ડબલ વિસ્તારવાળો પુષ્કરવર દ્વીપ છે. પુષ્કરવર દ્વીપને ફરતો ડબલ વિસ્તારવાળો પુષ્કરવર સમુદ્ર છે.
उपम
આ રીતે કુલ ઉત્તરોત્તર ડબલ વિસ્તારવાળા અસંખ્યાત દ્વીપ સમૂદ્રો તિલોકમાં છે, જેમાં સૌથી છેલ્લા સ્વયંભૂરમણ દ્વીપની ચારે બાજુ ફરતો સ્વયંભૂરમણ સમુદ્ર આવેલો છે. અહીં તિચ્છલોકનો અંત આવે છે. આના પછી અલોક છે.
આમાં ત્રીજા પુષ્કરવર દ્વીપની બરાબર મધ્યમાં વલયાકારે માનુષોત્તર નામનો પર્વત આવેલો છે, આનાથી પુષ્કરવર દ્વીપના બે ભાગ થાય છે. માનુષોત્તર પર્વતની અંદર રહેલા અઢી દ્વીપ અને બે સમુદ્ર એ મનુષ્ય લોક કહેવાય છે. આ જ રીતે ૧૧ મા કુંડલ અને ૧૩મા રુચક દ્વીપના મધ્ય ભાગમાં પણ વલયાકારે કુંડલ
અને રુચક પર્વતો છે. તિસ્કૃલોકમાં કુલ ૩૨ ૫૯ શાશ્વત જિનમંદિરો
નીચે મુજબ છે.
_
૧. જંબૂ દ્વીપમાં. . . . . . . . . . . . . . . ૬ ૩૫ ૨. ધાતકીખંડમાં. . . . . . . . . . . ૧,૨૭૨ ૩. પુષ્કરાર્ધ દ્વીપમાં. . . . . . . . .૧,૨૭૨ ૪. માનુષોત્તર પર્વત પર. . . . . . . . . . .૪ ૫. ૮મા નંદીશ્વર દ્વીપમાં. . . . . . . . . ૬૮ ૬. કુંડલ પર્વત પર. . . . . .
' ૧૨* * * * * * . . . . . . . ૪ ૭. રુચક પર્વત પર. . . . . . . . . . . . . . . ૪ ફલ. . . . . . . . . . . . . . . . . . ૩,૨૫૯
મિર પદ્ધતા
આમાં જંબૂ દ્વીપ, ધાતકીખંડ અને પુષ્કરાઈ દ્વીપમાં અનેક ચૈત્યો હોઈ તે તે ચેત્યો ક્યાં છે તે ચિત્રો પૂર્વક સમજવા સાથે પાછળથી વંદન કરીશું. પહેલા માનુષોત્તર પર્વત, રુચક પર્વત, કુંડલ પર્વત, નંદીશ્વર દ્વીપના શાશ્વત ચેત્યોને જુહારીશું.
તિલૉક
83 ત્રિલોક thીર્થ iદના
For Private and Personal Use Only