________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાઈ તરફથી વિદ્યાર્થીઓને શ્રીફળની પ્રભાવના આપવામાં આવી હતી. આ ગામમાં જેનીઓનાં ફક્ત સો ઘર છે, છતાં પણ એક સંપ હોવાથી પાઠશાળા આદિની સગવડતાને લીધેજ અત્રે ઈતિહાસના પાનામાં આ ગામનો અહેવાલ નોંધવામાં આવ્યું છે. ત્યાં શ્રાવકોના આગ્રહથી બે દિવસ સ્થિરતા કરી સંપ ઉપર ઉપદેશ આપ્યા હતા. અર્થાત્ સંપથી પાંચ જણાએ પણ ધાર્યું કામ કરી શકે છે અને કુસંપ રૂપી રાક્ષસના પ્રવેશથી ગ્રથિલ થયેલા એવા સેંકડો મનુષ્યોથી સાધારણ કાર્ય થવું પણ મુશ્કેલ થઈ પડે છે તે તાર બતાવી આપ્યું હતું. ત્યાંથી જમણપુર, અડીઆ, કુણઘેર આદિ નાનાં મોટાં ગામની સ્પર્શના કરતા બીજા ચાર વદ ૧૧ ના રોજ પાટણ પધાર્યા.
શ્રી પાટણના સંઘે ઉત્સાહ યુક્ત સારું સામૈયું કરીને આચાર્ય શ્રીને નગર પ્રવેશ કરાવ્યું હતું; અર્થાત સેંકડો શ્રાવક શ્રાવિકાઓના સમૂહ સાથે શહેરના મુખ્ય માણસ, કાપડ બજાર આદિ બજારોમાં થઈને શહેરના મુખ્ય પ્રસિદ્ધ શ્રી પંચાસર પાર્શ્વ પ્રભુનાં દર્શન કરી ખાવટની પિળના ઉપાશ્રયમાં આચાર્ય શ્રી આદિ મુનિમંડ મુકામ કર્યો હતો. ત્યાં ગુરૂશ્રીએ સંઘ ભક્તિ ઉપર અતાવ રેચક અને સરસ. વ્યાખ્યાન આપ્યું હતું. અર્થાત સંઘ કોને કહેવા અને કેટલા પ્રકારને, તેની ભક્તિ કેવી રીતે કરવી, ભકિત કરવાથી શું લાભ થાય છે અને આગળ કોને સંઘની ભકિત કરી હતી તે વિષય ઉપર શ્રી મહાપ્રભાવક શ્રી સોમપ્રભાચાર્ય કૃત શ્રી સીંદુરપ્રકણુતગત, “ભવિત તીર્થ પુરા વિના સંજે ૪ ાિ ડ કૃત ” ઈત્યાદિ કે વડે
For Private And Personal Use Only