________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
કેષ કાર્યના માટે જ મારવાડ આદિ દેશમાં વિચારી શ્રાવકેને ઉપદેશ આપીને ઉક્ત કાર્યને માટે દ્રવ્ય આદિની બહુ સગવડતા કરાવી હતી અને જાતે પણ પિતાને બનતે પરિશ્રમ ઉઠાવ્યું હતું. અને સંશોધન કરીને છપાવવાનું કાર્ય સદગત્ સૂરિજીના ખાસ હસ્ત દિક્ષીત વર્તમાનાચાર્ય શ્રીમદ વિજયભૂપેન્દ્રસૂરીજી મહારાજે અને વ્યાખ્યાનવાચસ્પતિ–મુનીશ્રી યતીન્દ્રવિજયજી મહારાજે હાથમાં લીધું હતું. ઉકત કાર્યના માટે વિશેષ કરીને રતલામમાં તથા તેના નજીક આવેલા જાવરા, ખાચરેદ આદિ શહેરમાં સ્થિરતા કરવામાં આવી હતી. કારણ કે–ખાસ કોષને છપાવવાના માટે શ્રી સંઘ તરફથી પ્રેસ ખરીદીને છપાવવ આદિની તમામ વ્યવસ્થા રતલામમાં રાખવામાં આવી હતી. અને ઉક્ત કાર્યના લીધે એક બે વાર દેશ પલટો થયે હતે. અર્થાત એકવીશ વરસ દરમીયાન માત્ર બે ચાર ચોમાસાંજ મારવાડમાં કરવામાં આવ્યાં હતાં. બાકીન અવશેષ સમય માલવામાંજ વ્યતીત કરવામાં આવ્યું હતું. અતરની “શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ” તરફથી સગત સૂરિજીના શિષ્ય મંડલને અને મારવાડ, માલવા આદિ દેશના ગુરૂભકત-અને શ્રધ્ધાળુ-સ્વમિભાઈઓને કેટી સહઃ ધન્યવાદ આપવામાં આવે છે. અને ભાર દઈને કહીએ છીએ કે-સદ્ગત સૂરિજીના મહાભારતની સમાન આરભેલા કાર્યને પાર પાડવા માટે જે મુનિરાજને તથા શ્રી સંઘને પરિશ્રમ ઉઠાવવો પડ્યો હતે તેના માટે અત્રે ઉલ્લેખ કરવાને અમે અસમર્થ છીએ. અર્થાત ઉપરોકત કાર્ય ગુરૂભકત અને કાર્ય દક્ષેથી જ પાર પડ્યું છે. હવે મૂળવિષય ઉપર આવવા માટે ચાલતા વિષયને ચેડામાંજ સંકેચીએ છીએ.
For Private And Personal Use Only