________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
સિમા -- આ શહેરની ઉત્તરે મારવાડ, પૂર્વમાં પાલણપુર, દક્ષિણે દિઓદર અને સુઈગામ અને પ્રશ્ચિમે વાવ આવેલું છે.
થરાદ એ થરાદ સ્ટેટની રાજ્યધાનીનું મુખ્ય શહેર છે, અને તેના તાબામાં નાના મોટાં ૧૬૩ ગામે આવેલ છે. આ સ્ટેટનું ક્ષેત્રફળ ૧૨૬૦ ચોરસ માઈલનું છે, અને સને ૧૯૨૧ ની સાલની ગણત્રી મુજબ એકંદર વસ્તી પ૨૮૩૯ માણસની છે. તેમાં જેનીઓની વસ્તી ૪૧૦૩ માણસની છે. તે પૈકી થરાદ શહેરમાં ૧૫૭૧ માણસે છે.
થીરપાલ ધરૂના માટે એવી દંત કથા ચાલે છે કે તેઓ બે ભાઈ હતા. તેમાંના મોટા થીરપાલ ધરૂ હતા, અને ભીન્નમાલ શહેરમાં રહેતા હતા. તેમના પિતાજીના મૃત્યુ પછી બંને ભાઈઓ વચ્ચે અરસપરસ કલેશ થવા માંડે તેથી મેટા ભાઈ થીરપાલે ભીન્નમાલમાંથી નીકળી બીજે ગામ જવા વિચાર કર્યો. તેવામાં તેજ રાત્રે થીરપાલ ધરૂને સ્વપ્ન આવ્યું અને તેમાં આશાપુરી માતાજીનાં સાક્ષાત દર્શન થયાં. માતાજીએ ધીરપાલ ધરૂને નિરાશ નહીં થતાં પિતાની આજ્ઞા અનુસાર વર્તવા જણાવ્યું. થીરપાલે માતાજીને બે હાથ જોડી વંદણા કરી માતાજીની આજ્ઞા શિધાર્ય ચડાવવા ઈશારત કરી. ત્યાર પછી માતાજીએ તેમને આજ્ઞા કરી કે મારી મૂતિને અહીંથી ગાડામાં બેસાડીને લઈ ચાલ. જતાં જતાં રસ્તામાં જ્યાં ગાડાની નાણ (ધુંસર બાંધવા ની રસી) તૂટે ત્યાં મારી મુતિની સ્થાપના કરી મને પણ તેજ નામથી ઓળખાવજે. ત્યાર પછી ત્યાંથી આગળ ચાલતાં જ્યાં કુતરાં અને સસલાં લડતાં જોવામાં આવે અને કુતરાંની પાછળ
For Private And Personal Use Only