________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવિ
ભૂલી જા
સંધન
આ પુસ્તકને માટે મહેનત કરનાર, દલાલી કરનાર, સેવાભાવિ, ધર્મપ્રિય, દેવ ગુરૂ પ્રત્યે ભક્તિકારક શ્રાવક શાહ આશારીઆ ભાઈ નથુભાઈને ભૂલી જવાય તે ગુણગ્રાહી તે ના કહેવાય ને ? અંચલ ગચ્છ અખિલ ભારત સંઘના સ્થાનિક પ્રમુખ શ્રીયુત પટેલ કલ્યાણજીભાઈ તે ઘણી પ્રવૃત્તિમાં જોડાયેલા હોવા છતાં પણ સંઘના કાર્યમાં બીજા કાને છેડીને પણ ધાર્મિક કાર્ય હદયપૂર્વક બજાવી રહ્યા છે. અને જ્ઞાનને લાભ પોતાની સાથે બીજાને પણ મલી શકે, તે માટે પ્રયત્ન કરનારને કેમ ભૂલાય? સાથે સાથે સંઘવીજીવણલાલભાઈ (અમદાવાદ) જેણે પુસ્તક છપાવી આપવું, પ્રફે સુધારવાની બધી પ્રવૃત્તિ કરનારને પણ સંભારવું જોઈએ ને? આટલા બધાને સંભાર્યા તો જેની કૃપા દ્રષ્ટિથી આગળ વધેલ, જ્ઞાન મેળવેલ, જ્ઞાન દર્શન, ચારિત્ર્યમાં આગળ વધાય, અને જેઓના તરફથી પ્રેમ પુત્રના પેઠે દરેક જાતની સહાય અપાય એવા શ્રી સદ્ગુરૂદેવેશ, અચલ ગચ્છાધિપતિ પૂ. આચાર્ય દેવેશ શ્રી ગુણસાગર સૂરીશ્વરજી મહારાજશ્રીના ઉપકારક ગુણો કહો ? કેમ ભૂલી શકાય ? અને છેલે છે મારા લઘુ ગુરૂ બંધુ મુનિરાજશ્રી કલાપ્રભસાગરજીએ મદદ આપેલી તે તેને કેમ ભૂલાય ? સં. ૨૦૨૮ શ્રાવણ સુદ ૧૫ બુધવાર મુઃ બાડા–કરછ (તા. માંડવી) લી. મુનિ કીતિસાગરજી
For Private and Personal Use Only