________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉંચનીય ગોત્ર આપે છે. અને અંતરાયકર્મ આત્માના અનંત વર્ચગુણને દબાવે છે. અંતરાયકર્મના ઉદયથી જીવને ઈચ્છિત વસ્તુ મલતી નથી. એટલું જ નહિ પણ પિતાની પાસે વસ્તુ હોવા છતાં બીજાને દયાની લાગણીથી આપી શકતો નથી. પોતે તે વસ્તુ પિતાના ઉપયોગમાં એકવાર કે અનેકવાર લઈ તેનો ઉપભેગ કરી શકતો નથી અને પિતાનું સામર્થ્ય છતાં તે ચેગ્યસ્થળે ફેરવી શકતો નથી. આ અંતરાયકર્મને સ્વભાવ છે. આયુષ્યકર્મ શિવાય બાકીના સાત કર્મની પ્રકૃતિનો બંધ સમયે સમયે હોય છે. દરેક સમયમાં સાતે કર્મ બંધાય છે.
દરેક સમયમાં સાત કર્મ શી રીતે બંધાય? એના સમાધાનમાં હરેક જીવને હરેક સમયમાં આઠ કર્મોને ઉદય હોય છે. એટલે આત્માના ઉપર બધાએ કર્મોની અસર હોય છે તેથી બધાએ કર્મોની અસરવાળા પરિણામથી બધાએ કર્મ બંધાય. માત્ર આયુષ્ય માટે તે વાત નહિ. જેમ એક દવાની ગોળીમાં તીખી, ખાટી, ખારી, તુરી વગેરે વસ્તુઓ નાંખી હોય, અને ઘુંટીઘૂંટીને ખૂબ એકમેક કરી દીધી હોય પછી એની ગમે તોનાની ગોળીઓ બનાવે અને ચાખો તો બધાએ રસનો સ્વાદ એક સાથે જ આવવાનો, એવી જ રીતે કર્મના ઉદયની અસર આત્માના પરિણા ઉપર હોવાથી તેના પરિણામેથી તેવા તેવા પ્રકારના કર્મ એક સાથે ને એક સમયે જ બંધાય છે. તે જ સમયે સમયે કર્મો ભેગવાય છે. અને આઠ કર્મોની નિર્જરા પણુઃ આ બધું એ આત્માના દરેક સમયે થાય છે. આ બધી થીયરી-વાતો–સમજ બરાબર મેળવે. કર્મબંધના કારણમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને એગ છે. કર્મના ચાર પ્રકારમાં પ્રદેશબંધ, સ્થિતિબંધ, પ્રકૃતિબંધ અને રસબંધ છે
For Private and Personal Use Only