________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
જન્મી ન હોય અને તેમને કદાચ મેક્ષની ઈચછા જન્મી પણ હોય તો પણ તેમણે ગ્રંથિને ભેદ કે ન હોય, આમ છતાં પણ એ જીવે છેવટ એ કાલના અંતિમ ભાગે પણ મેક્ષની ઈચ્છાને પામવાના, ગ્રંથિભેદ કરવાના સમ્યક દર્શનાદિ ગુણોને પામવાના, અને ગુણોના બલે પિતાના સકલ કર્મોને સર્વથા ક્ષણ કરી નાંખીને મેક્ષને પણ પામી જવાનાજ, એ નિશ્ચિત વાત છે. મેક્ષની ઈચ્છા પ્રગટી શકે એવી ગ્યતા જેનામાં છે તે જીવ ભવ્ય સ્વભાવને કહેવાય છે. પણ જ્યાં સુધી તે જીવને દુર્ભવ્ય કહેવાય છે. જાતિભવ્ય થવાની તો વાત જ કરવી નકામી છે. કારણ કે તે જીમાં મેક્ષની ઈચ્છા થઈ શકે એવી સ્વભાવિક ચેગ્યતા જરૂર છે છતાં પણ એ જી કયારેય તેઓમાં મોક્ષની ઈચ્છા પ્રગટી શકે એવી સામગ્રીને પામવાના જ નથી. ભવિતવ્યતાના પ્રાબલ્યની વાતમાં આ પણ એક અતિ મહત્વની વાત છે. ગ્રંથિદેશે આવેલા જેમાંથી જે જીવો સમકિત ગુણને પામનારા હોય છે, તે જ ગ્રંથિને ભેદનારા બને છે. જીવ યથાપ્રવૃત્તિ કરણ દ્વારા ગ્રંથદેશે પોંચાડનારી કર્મ ગ્રંથિની લઘુતાને પામે છે. અને ગ્રંથિદેશે આવી પહોંચેલા જીવ
જ્યારે અપૂર્વકરણવાળા બને છે ત્યારે એ અપૂર્વકરણ દ્વારાએ એ જીવ ગ્રંથિને ભેદનાર બને છે. કરણ એટલે શું ? આત્માને પરિણામ વિશેષ. આત્મા પિતાના પરિણામનાં બળે ગ્રંથિને ભેદે છે. માટે ગ્રંથિ શું છે? એ પણ સમજવું જોઈએ. ગ્રંથિને કર્મગ્રંથિ પણ કહેવાય છે. ગાઢ એવા જે રાગ દ્વેષના આત્મપરિણામ એ જ કર્મગ્રંથી છે. જીવનું જે મેહનીય કર્મ, તે કર્મથી જનીત એવે એ ગાઢ રાગદ્વેષને પરિણામ હોય છે. આત્માના એ ગાઢ રાગદ્વેષના પરિણામને જ્ઞાનાવરણીયાદિ ઘનઘાતિ કર્મોની સહાયતા
For Private and Personal Use Only