________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬)
પૂર્વ તિર્યંચના ભવમાં બાણના પ્રકારની મહાન વેદનાથી ઉત્પન્ન થયેલું દુઃખ સ્મરણ થતાં જ તેનું સર્વ અંગ કંપવા લાગ્યું અને તેને લઈ ધબ દઈ પૃથ્વીતળ પર ઢળી પડી.
પિતાની વહાલી પુત્રીને પૃથ્વીતળ પર ઢળી પડેલી જોતાં જ, રાજા પણ મૂચ્છ ખાઈ જમીન પર ઢળી પડયા. આ બનાવ જોતાં કુંવરીની માતા અને તેના ભાઈએ દુ:ખીયા થઈ આક્રંદ કરવા લાગ્યા.
પૂર્વે કોઈ વખત નહિ જોયેલી રાજકુમારીની આવી અવસ્થા દેખી સભાના સવે લેકે અકસ્માત ક્ષેભ પામી ગયા. આખી સભામાં હાહારવથી વિરસ મહાન કલકલ શબ્દ ઉછળવા લાગ્યો. આજંદ અને પ્રતાપના કરણ શબ્દો પ્રસરવા લાગ્યા. આ દુઃખદાયક બનાવના સમાચાર શહેરમાં ફેલાતાં નાગરિકે ક્ષેભ પામ્યા. ભયભ્રાંત, તરલ નેત્રોવાળાં, અશરણ અને શૂન્ય મનવાળાં થઈ લોકો આમતેમ દોડવા લાગ્યા. નાના પ્રકારના સંકલ્પવિકલ્પથી હાથ પગ કપાવતા વૃદ્ધ વણિકે સ્થળે સ્થળે એકઠા થઈ વિચાર કરવા લાગ્યા. નેસ્તીઓ સાર સાર વતુ સંકેલવા લાગ્યા. દોશી વાણું આ કાપડની દુકાને સમેટવા લાગ્યા. સોનારો સોના રૂપાને છુપાવવા લાગ્યાં. કંસારાએ એક જગ્યાએ વાસણો ખડકવા લાગ્યા. રાજસભામાં અકસ્માત કેલાહળ થયેલ સાંભળી કાર્યકાર્યને વિચાર કર્યા સિવાય રાજસેવક શસ્ત્ર સંભાળવા લાગ્યા. મહાવતો સંગ્રામ અથે હાથીઓને તૈયાર કરવા લાગ્યા. ઘેડાવાળાઓ ઘોડાને પાખરવા લાગ્યા. રથિક રથો સજ્જ કરવા લાગ્યા. સુભટે સન્નાહિત થયા. ભાટે સુભટને શૂર ચડાવા લાગ્યા. વિજયડંકા વાગવા લાગી. સંગ્રામના વાજીબે આલ્ફાલવા લાગ્યા. ભેરીઓના ભાંકારથી આકાશ પુરાવા લાગ્યું. હેકારવ કરતા અને ઉછળતા સુભટો સજ્જ થઈ ઊભા.
આ બાજુ શીતળ ઉપચારોથી રાજાને મૂચ્છ પાછી વળી. રાજા સ્વસ્થ થયો. એ અવસરે આખા શહેરમાં સેંભ થયાના અને સુભટે સજ્જ થયાના વર્તમાન રાજાના જાણવામાં આવ્યા. વિજયા પ્રતિ
For Private and Personal Use Only