SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૨) અહીં પણ તેને વારંવાર ભૂખ લાગે છે, ખાવાની પ્રબળ અશક્તિનું આ પરિણામ છે. નવમા પુષ્ય, સામાયિકવત લઈ, સામાયિકમાં અનાદિ યોગને નિરોધ કર્યો નથી. તે વ્રત વિરાધનાનું ફળ, તેનામાં ઘણું ચપળતા છે. અગીયારમે પુત્ર, પૌષધમાં તે સાવધ-સપાપગને પરિહારી હતો, પણ બારમું વ્રત પાળ્યા સિવાય તેણે ભોજન કર્યું હતું. તે કારણુથી સૌભાગ્યવાન છતાં લાભ મેળવવાને કે સુખદાઈ વસ્તુને ઉપભોગ કરવાને તે સમર્થ નથી. ખરી વાત છે, આપ્યા સિવાય લાભની પ્રાપ્તિ ફક્યાંથી હોય ? બાકીના પુત્રએ પિતાના લીધેલ નિયમ બરોબર પાળ્યા હતા, અને તેથી જ તે તે પ્રકારના સુખ વૈભવના ભક્તા થયા છે. સત્ય વ્રત પાળનાર પુત્ર, સુગંધી શ્વાસોશ્વાસવાળો અને સર્વ રીતે સુખી છે. એ પુત્ર, ચતુર્થ વ્રત પાલન કરવાથી પ્રવરરૂપ, બળ, લાવય અને સૈભાગ્યવાન થયું છે. ત્રણ, સ્થાવર ઓનું હિતચિંતન કરતા, છઠ્ઠી વ્રતનું અખંડ પાલન કરનાર છઠ્ઠો પુત્ર, દેશાંતર જવા સિવાય ઘેર બેઠાં પણ ઘણું ધન પેદા કરે છે, તે છઠું વ્રત પાલન કરવાને જ પ્રભાવ છે. આઠમા વ્રતનું પાલન કરનાર આઠમે પુત્ર, નિવઘ કાર્યમાં સજજ થઈ, નિર્દોષ બેલતાં સર્વ લોકોને સુખકારી થયેલ છે. તે આઠમા વ્રતનું ફળ છે. દશમા પુત્ર દેશાવકાશિક વ્રતનું પાલન કરેલું છે તેથી તે લેશમાત્ર પણ આપદાનું ભાજન થયો નથી. હે કાન ! આ પ્રમાણે તમારા પુત્રના વિસદશ (ભિન્ન ભિન્ન) પણાને હેતુભૂત-વ્રત સંબંધી પાલન કરવું અને ન કરવું તે વૃત્તાંત તમને સંક્ષેપમાં કહી સંભળાવ્યો છે, પાર્શ્વનાથ ભગવાનના મુખથી પિતાને વૃત્તાંત સાંભળી રૂષભદત્ત પ્રમુખ અગીયારે પુત્રે ઊહાપોહ કરતાં જાતિસ્મરણ પામ્યા. ભગવાને જેમ કહ્યું હતું તેમજ તેઓએ પિતાનો પાછલા જન્મે અનુભવ્યા, For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy